Site icon hindi.revoi.in

રાહુલ ગાંધીના “સોફ્ટ હિંદુત્વ” પર હિંદુઓને ભરોસો નથી, 2019માં કોંગ્રેસ સાબિત થઈ બિનહિંદુ ક્ષેત્રોમાં થોડીક સફળતા મેળવનારી પાર્ટી

Social Share

લોકસભા ચૂંટણી 2014 બાદ 2019માં પણ કોંગ્રેસને શરમજનક હાર મળી છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ કુલ 53 લોકસભા બેઠકોમાંથી 421 પર ચૂંટણી લડી હતી. પરંતુ કોંગ્રેસને 369 બેઠકો પર હારનો સામનો કરવો પડયો છે અને માત્ર 52 બેઠકો મળી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીથી રાહુલ ગાંધીની ટેમ્પલ રન ખૂબ જાણીતી બની છે. એવું આકલન કરવામાં આવતું હતું કે કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વના મોડલ પર પાછી ફરી રહી છે. તેવામાં હવે જ્યારે ચૂંટણી પરિણામોના તમામ આંકડા સામે આવ્યા છે, તો કોંગ્રેસના ગ્રાફ પર એક નજર કરીએ.

કોંગ્રેસે આ વખતે 421માં 52 બેઠકો પર જીત, 196 બેઠકો પર બીજું સ્થાન અને 173 બેઠકો પર ત્રીજું અથવા તેનાથી નીચેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કોંગ્રેસના 52 સાંસદોમાંથી 60 ટકા સાંસદો માત્ર ત્રણ રાજ્યો કેરળ, તમિલનાડુ અને પંજાબમાંથી આવે છે. આ ત્રણેય રાજ્યો નોન-હિંદી બેલ્ટમાં આવે છે.

એક તરફ ભાજપ 17 રાજ્યોમાં 50 ટકાથી વધારે વોટશેયર મેળવવામાં સફળ રહ્યું છે, તો કોંગ્રેસે માત્ર પુડ્ડુચેરીમાં 56.3 ટકા એટલે કે 50 ટકાથી વધારે વોટ મળી શક્યા છે.

કોંગ્રેસે માત્ર સાત રાજ્યમાં 40 ટકાથી વધારે વોટ પ્રાપ્ત કર્યા છે. તેમાં મેઘાલયમાં 48.3 ટકા, નગાલેન્ડમાં 48.1 ટકા, લક્ષદ્વીપમાં 46.9 ટકા, અંદમાન-નિકોબારમાં 46 ટકા, ગોવામાં 42.9 ટકા, ચંદીગઢમાં 40.9 ટકા અને પંજાબમાં 40.1 ટકા વોટનો સમાવેશ થાય છે.

કેરળમાં કોંગ્રેસને સૌથી વધુ 15 બેઠકો મળી છે, પરંતુ અહીં વોટની ટકાવારી માત્ર 37.3 ટકા છે. આસામમાં કોંગ્રેસને ત્રણ બેઠકો અને 35.4 ટકા વોટ મળ્યા છે.

જે આઠ રાજ્યોમાં કોંગ્રેસને સમ્માનજનક વોટ મળ્યા છે, તે આઠેય રાજ્યોમાં બિનહિંદુ વોટર્સની સંખ્યા વધારે છે.

મેઘાલય અને નગાલેન્ડમાં કોંગ્રેસને સૌથી વધુ વોટ મળ્યા છે અને આ બંને રાજ્યમાં ખ્રિસ્તીઓની વસ્તી 90 ટકા જેટલી છે. લક્ષદ્વીપમાં અંદાજે 95 ટકા મુસ્લિમ વસ્તી છે. ગોવામાં જે બેઠક પર કોંગ્રેસને જીત મળી છે, ત્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ વોટરો વધારે છે. જ્યારે ગોવામાં જે બેઠક ભાજપ જીતી છે, ત્યાં 76 ટકા હિંદુઓની વસ્તી છે. જ્યારે પંજાબમાં હિંદુઓ 35 ટકા આસપાસ છે, ચંદીગઢ અને અંદમાન-નિકોબારમાં પણ આવા પ્રકારનો જ ટ્રેન્ડ કોંગ્રેસ માટે જોવા મળ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મંદિરોમાં જવાનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો સિલસિલો લોકસભા ચૂંટણી સુધી ચાલ્યો હતો. રાહુલ ગાંધી સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મંદિરોમાં ફરતા જોવા મળ્યા અને તેમ કરીને હિંદુઓમાં કોંગ્રેસની સોફ્ટ હિંદુત્વની ઈમેજને ઉજાગર કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોંગ્રેસના દિગ્વિજયસિંહ છાપ નેતાઓ દ્વારા બનાવવામાં આવેલી ઈમેજને કારણે હિંદુ વોટર પાર્ટીના કથિત સોફ્ટ હિંદુત્વના જાંસામાં ફસાયા નહીં અને કોંગ્રેસને નોન-હિંદુ પોલિટિકલ પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં સાબિત કરી દીધી છે.

Exit mobile version