1. Home
  2. revoinews
  3. કોરોનાવાયરસના ફેલાવા પર રાહુલ ગાંધીની ટ્વિટ, લોકોમાં વધારી શકે છે ડરનો માહોલ
કોરોનાવાયરસના ફેલાવા પર રાહુલ ગાંધીની ટ્વિટ, લોકોમાં વધારી શકે છે ડરનો માહોલ

કોરોનાવાયરસના ફેલાવા પર રાહુલ ગાંધીની ટ્વિટ, લોકોમાં વધારી શકે છે ડરનો માહોલ

0

અમદાવાદ: દેશમાં દિવસેને દિવસે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તે વાતમાં કોઈ શંકા નથી અને સરકાર દ્વારા લોકોને સતર્ક અને સલામત રીતે રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી છે અને કોરોનાવાયરસના ફેલાવા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ અઠવાડિયામાં કોરોનાવાયરસના કેસનો આંકડો 10 લાખને પાર કરી જશે. જો કે તે વાતમાં પણ કોઈ શંકા નથી કે કોરોનાવાયરસ કેટલાક અંશે રાજનીતિનો મુદ્દો બન્યો છે અને હવે કોરોનાવાયરસનો મુદ્દો વધારે ગરમાય તો તેમાં કોઈ નવાઈ રહેશે નહીં.

હાલ દેશમાં તે વાતથી તો સૌ કોઈ જાણકાર હશે કે કોરોનાવાયરસના કેસ સતત વઘી રહ્યા છે અને છેલ્લા 5-6 જેટલા દિવસોમાં એક લાખથી વઘારે કેસ નોંધવામાં આવ્યા છે. વિશ્વમાં વધતા કોરોનાવાયરસના કેસ મુદ્દે WHO દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં કોરોનાવાયરસના કેસમાં જોરદાર ઉછાળો આવી શકે છે, WHO દ્વારા કેટલાક દેશોની કોરોનાવાયરસ સામે લડવાની કામગીરી પર પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે દેશમાં કોરોનાવાયરસના કેસનો આંકડો 9 લાખને પાર કરી ગયો છે અને દરેક ચાર-પાંચ દિવસથી રોજના 25 હજાર જેટલા કેસ આવી રહ્યા છે, જેના કારણે છેલ્લા 4-5 દિવસમાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને રોજ પાંચસો જેટલા કોરોના દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.