Site icon hindi.revoi.in

RSSની બદનક્ષીનો કેસ: કોર્ટમાં રજૂ થયા રાહુલ ગાંધી, મળ્યા આગોતરા જામીન

Social Share

મુંબઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા એક બદનક્ષીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આગોતરા જામીન મળી ગઈ છે. રાહુલ ગાંધી વિરુદ્ધ એક આરએસએસના કાર્યકર્તાએ બદનક્ષીનો કેસ દાખલ કરાવ્યો છે. આરોપ છે કે રાહુલ ગાંધીએ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ-આરએસએસની વિચારધારા સાથે જોડયો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. તેના પછી કોર્ટે 15 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર આગોતરા જામીન આપ્યા છે. ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડે રાહુલ ગાંધીની જામીન લીધી છે. મહત્વપૂર્ણ છે કે ગૌરી લંકેશની સપ્ટેમ્બર-2017માં બેંગલુરુ ખાતે તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા એક બદનક્ષી કેસની સુનાવણીમાં ભાગ લેવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મુંબઈ પહોંચ્યા હતા. તેમને આજે  મુંબઈની એક કોર્ટમાં હાજર થવાનું હતું. રાહુલ ગાંધીની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ કૃપાશંકર સિંહ, બાબા સિદ્દીકી, મિલિંદ દેવડા, સંજય નિરૂપમ કોર્ટમાં હાજર હતા. રાહુલ ગાંધી મુંબઈ પહોંચ્યા ત્યારે એરપોર્ટની બહાર કોંગ્રેસના ઘણાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને તેમણે રાહુલ તુમ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ હૈ-ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર મુંબઈમાં સાર્વજનિકપણે હાજરી નોંધાવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુરુવારે શિવડી કોર્ટમાં રજૂ થયા છે.  ગુરુવારે સવારે 11 વાગ્યે બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની પેશી થઈ રહી હતી. જાણકારી મુજબ, તેઓ સવારે સાડા નવ વાગ્યે મુંબઈ પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર્તાએ સંઘની બદનક્ષીનો કેસ દાખલ કરાવ્યો છે.

આરોપ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે જોડી હતી. આ મામલામાં સીપીએમના નેતા સીતારામ યેચુરીને પણ સમન જાહેર કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ગૌરી લંકેશની સપ્ટેમ્બર-2017માં બેંગલુરુમાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

અહેવાલ છે કે રાહુલ ગાંધી આગામી સપ્તાહે ઘણાં કેસો પર સુનાવણીને કારણે પોતાની અમેરિકા યાત્રાને રદ્દ કરે તેવી શક્યતા છે. તેમના ઉપર પટના અને અમદાવાદમાં પણ કેસ નોંધાયેલા છે. સૂત્રો સિવાય અહેવાલ છે કે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકથી અંતર જાળવે તેવી પણ શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. રાહુલ ગાંધી પ્રમાણે, તેમને લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન માટે દોષિત ઠેરવવા જોઈએ, કારણ કે પાર્ટી 542માંથી માત્ર 52 બેઠકો પર જ જીત મેળવી શકી છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ખુલ્લા પત્રમાં સાર્વજનિકપણે કહ્યુ હતુ કે ભાજપની વ્યાપક જીતે એ સાબિત કરી દીધું છે કે દેશના સંસ્થાગત માળખા પર કબજો કરવાનું આરએસએસનું લક્ષ્ય હવે પૂર્ણ થઈ ગયું છે.

Exit mobile version