Site icon hindi.revoi.in

કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષના પુત્ર રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યુ, તમારી મહેનત બેકાર નહીં જાય

Social Share

ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી જવાની ગણતરીની મિનિટો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતરીક્ષ એજન્સીને તેના શાનદાર કામ બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે આ દરેક ભારતીય માટે એક પ્રેરણા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે ઈસરોની ટીમને ચંદ્રયાન-2 મિશન પર શાનદાર કામ માટે અભિનંદન. તમારું ઝનૂન અને સમર્પણ દરેક ભારતીય માટે એક પ્રેરણા છે. વિક્રમને ચંદ્રની સપાટીની નજીક સુધી પહોંચવામાં ઈસરોની ટીમની કોશિશોની રાહુલ ગાંધીએ પ્રશંસા કરતા કહ્યુ છે કે તમારું કામ બેકાર નહીં જાય. આણે ઘણા બેજોડ અને મહત્વકાંક્ષી ભારતીય અંતરીક્ષ મિશનોનો પાયો નાખ્યો છે. લેન્ડર વિક્રમનો ઈસરો સાથે તે સમયે સંપર્ક તૂટયો કે જ્યારે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારા સ્થાનથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું.

ભારતના મૂન લેન્ડર વિક્રમ સાથે એ સમયે સંપર્ક તૂટી ગયો, જ્યારે તે શનિવારે સવારે ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું. ઈસરોના અધ્યક્ષ કે. સિવને કહ્યુ હતુ કે સંપર્ક તે સમયે તૂટયો જ્યારે, વિક્રમ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધ પર ઉતરાણના સ્થાનથી 2.1 કિલોમીટર દૂર હતું.

Exit mobile version