Site icon hindi.revoi.in

રાહુલ રાજીનામા પર અડગ, નવા અધ્યક્ષ ચૂંટાય ત્યાં સુધી સંભાળશે પદ, પાયલટ પછી ગેહલોત પહોંચ્યા મળવા

Social Share

લોકસભા ચૂંટણીમાં હાર પછી રાહુલ ગાંધી અધ્યક્ષપદેથી રાજીનામું આપવા પર અડી ગયા છે. રાહુલે આજે સાંજે પાર્ટી નેતાઓની મીટિંગ બોલાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાહુલે પાર્ટીને સૂચન કર્યું છે કે અધ્યક્ષપદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદની જવાબદારી સંભાળશે. આ દરમિયાન રાહુલને મળવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ તેમના નિવાસસ્થાને પહોંચ્યા. સોમવારે રાહુલે અપોઇન્ટમેન્ટ આપ્યા પછી પણ ગેહલોત સાથે મુલાકાત કરી નહોતી.

ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે, જણાવવામાં આવી રહ્યું છે કે ગાંધીએ પાર્ટીના નેતાઓને જણાવી દીધું છે કે તેઓ ત્યાં સુધી અધ્યક્ષ પદ પર રહેશે જ્યાં સુધી આ પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી નથી થઈ જતી. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ પોતાનો ફેંસલો બદલી લે અને પાર્ટીનું પુનર્ગઠન કરી શકે એ માટે પાર્ટીના ઘણા રાજ્ય પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે અથવા તો રાજીનામું રજૂ કર્યું છે.

સૂત્રોનું માનીએ તો મંગળવારે આવાસ પર થયેલી મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના એક મોટા નેતાને કહ્યું છે કે તમે એક મહિનો લઇ લો, પરંતુ મારો વિકલ્પ શોધી લો. તેમણે કહ્યું છે કે હું પદ છોડવાનું મન બનાવી ચૂક્યો છું. રાહુલે કહ્યું છે કે પ્રિયંકા ગાંધીને આ બધાથી દૂર રાખવા જોઈએ. કોઇપણ સંજોગોમાં મારી જગ્યાએ તે અધ્યક્ષ નહીં બને.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું લોકસભામાં પાર્ટીનું નેતૃત્વ કરવા માટે તૈયાર છું. તેમણે કહ્યું છે કે કોઈ અન્ય ભૂમિકામાં પણ હું કામ કરી શકું છું, પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરતો રહીશ, પરંતુ અધ્યક્ષ નહીં રહું.

Exit mobile version