Site icon hindi.revoi.in

‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ પર રાહુલ ગાંઘીએ સાધ્યુ નિશાન-કહ્યું ‘આ ફૂટનીતિ પ્રધાનમંત્રીને પણ શીખવતા રહો’

Social Share

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંઘીએ એકવાર ફરી પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. વિદેશમંત્રી એસ.જયશંકર દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અબકી બાર ટ્રંપ સરકારના નારા પર રજુ કરેલી સફાઈમાં રાહુલ ગાંધીએ મંગળવારના રોજ એક ટ્વિટ કર્યું છે.રાહુલ ગાંઘીએ લખ્યું છે કે, “તમે આ બાબતે કામ કરતા રહો અને આ ફૂટનીતિ પ્રધાનમંત્રીને શીખવતા રહો”

રાહુલ ગાંઘીએ તેમના ટ્વિટર પર લખ્યું છે કે,“એસ.જયશંકરજીનો આભાર જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અક્ષમતાને ઢાકી દીધી,તેમના આ  પ્રકારના સમર્થને ભારત માટે ડેમોક્રેટ્સ સાથેના સંબંઘો પર અનેક સવાલ ઉઠાવ્યા છે,મને આશા છે કે તમારા હસ્તક્ષેપથી હવે તે બધુ ઠીક થઈ જશે, હવે જો તમે તેના પર કામ કરી જ રહ્યા છો, તો પછી તેમને પણ  કેટલીક ફૂટનિતી શીખવો.”

રાહુલ ગાંધીનું આ ટ્વિટ ત્યારે આવ્યું છે કે જ્યારે, વિદેશમંત્રી એસ. જયશંકરનો ખુલાસો સામે  આવ્યો છે.વાત જાણે એમ છે કે, હાલમાં જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાઉડી મોદીમાં ઉલ્લેખાયેલું વાક્ય ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ અંગે સ્પષ્ટતા આપી હતી. ઉલ્લેખનીય છે કે,રાહુલ ગાંધી પહેલા પણ ઘણા બઘા કોંગ્રેસના નેતાઓએ આ વખતે ‘ટ્રમ્પ સરકાર’ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ પણ હાઉડી મોદીના કાર્યક્રમને લઈને  સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દેશના વડા પ્રધાન ચૂંટણી પ્રચાર માટે બીજા દેશમાં જાય છે, તે ભારતની વિદેશ નીતિ નથી.

અમેરીકામાં પત્રકારે પૂછેલા એક સવાલ પર વિદેશ મંત્રીએ કહ્યું કે, “પીએમ મોદીએ આવું કહ્યું નથી પરંતુ તેમણે ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે જે ક્યારેય ઉપયોગ કર્યો હતો તે વિશે લોકોને જણાવ્યું હતું”,જયશંકરે બીજા ક સવાલના જવાબમાં કહ્યું કે, “ડોનાલ્ડ ટ્રંપ 2016 માં જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ‘આ વખતે ટ્રમ્પની સરકાર’  વાક્યનો ઉપયોગ કર્યો હતો,તે જ વાક્ય વડા પ્રધાને મોદીજીએ હાઉડી મોદી વખતે કહ્યું હતું. આવી પરિસ્થિતિમાં કોઈને કોઈ પ્રકારની ગેરસમજ ન જ થવી જોઈએ”.

ઉલ્લેખનીય છે કે, જ્યારે વડા પ્રધાન હાઉડી મોદી કાર્યક્રમમાં હ્યૂસ્ટન ગયા હતા તે સમયે અબકી બાર ટ્રંપ સરકારનો ઉલ્લેખ માત્ર કર્યો હતો ,તે વાતને લઈને કોંગ્રેસ પક્ષ હવે મોદી સરકાર પર વાર કરી રહી છે

Exit mobile version