Site icon hindi.revoi.in

રાજીનામાના નિર્ણય પર અડગ છે રાહુલ ગાંધી, પરંતુ આ વખતે ભાવુક નથી કોંગ્રેસી કાર્યકર્તાઓ

Social Share

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના રાજીનામાના નિર્ણય પર અડગ છે અને પાર્ટીની અંદર તેને લઇને અસમંજસની સ્થિતિ યથાવત છે. જોકે, આ વખતે રાહુલને મનાવવાનું કામ પાર્ટી નેતા જ કરી રહ્યા છે. અકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયની બહાર કાર્યકર્તાઓની ભીડ અને ભાવુક થવાના દ્રશ્યો જોવા નથી મળી રહ્યા. કોંગ્રેસ અધ્યક્ષ પદ પર જળવાઈ રહેવા માટે રાહુલને સમજાવવાનું કામ વરિષ્ઠ નેતાઓ સતત કરી રહ્યા છે.

આ વખતે રસ્તા પર દેખાઈ નથી રહ્યા કોંગ્રેસ કાર્યકર્તાઓ

કોંગ્રેસના કાર્યકર્તાઓનું ‘ઓર્કેસ્ટ્રા’ આ વખતો જોવાલાયક હતું જ્યારે સોનિયા ગાંધીએ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. હાલ એનસીપી પ્રમુખ શરદ યાદવે તે સમયે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ જ રીતે 2004માં જ્યારે સોનિયાએ પીએમ પદ ઠુકરાવ્યું હતું, તે સમયે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓની મોટી ભીડ તેમને મનાવવા માટે રસ્તાઓ પર જોવા મળી હતી. જોકે, આ વખતે પણ ટીવી ચેનલ્સ અને મીડિયાનું સંપૂર્ણ ફોકસ રાહુલ ગાંધી પર છે, પરંતુ કાર્યકર્તાઓની ભાવુક ભીડ આ દ્રશ્યમાંથી ગાયબ છે. મીડિયામાં વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ અહમદ પટેલ અને કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી અને બંનેને ગાંધી પરિવારની બહાર કોઈ અધ્યક્ષને શોધવાની વાત કરી.

પટેલે ટ્વિટ કરી મુલાકાતને જણાવી સામાન્ય

મીડિયામાં આવી રહેલા સમાચારોને જોતા અહેમદ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટીકરણ આપવું પડ્યું. સોમવારે તેમણે ટ્વિટ કર્યું, ‘કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પહેલા જ મેં કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત માટે ટાઇમ લીધો હતો. આ મુલાકાત સામાન્ય એડમિનિસ્ટ્રેટિવ કામો સાથે જોડાયેલી હતી અને આજની મુલાકાતમાં પણ તેના પર જ ચર્ચા થઈ છે. આ ઉપરાંત જે પણ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે તે બધાં ખોટાં અને આધારહીન છે.’

ગેહલોત અને અમરિંદર સિંહ પણ દિલ્હીમાં જ હાજર

સૂત્રોનું કહેવું છે કે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને વિશ્વાસ છે કે તે રાહુલ ગાંધીને મનાવી લેશે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાજીનામાને સર્વસંમતિથી નામંજૂર કર્યા પછી કોંગ્રેસના જૂના નેતાઓએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંપૂર્ણ ભરોસો દર્શાવવાની વાત કહી. કેટલાક નેતાઓએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીના સ્થાને અધ્યક્ષપદ માટે કોઈ અન્ય વિકલ્પ નથી. કોંગ્રેસના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને અશોક ગેહલોત પણ સોમવારે દિલ્હીમાં જ હતા.

Exit mobile version