અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બદનક્ષીના મામલામાં અમદાવાદ કોર્ટે મંગળવારે સમન્સ જાહેર કર્યું છે. કોર્ટે તેમને રજૂ થવા માટે 9મી ઓગસ્ટની તારીખ આપી છે. રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના એક કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે બદનક્ષીનો કેસ દાખલ કરાવ્યો હતો.
તેમનો આરોપ છે કે રાહુલ ગાંધી 23 એપ્રિલની એક ચૂંટણી રેલીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ અમિત શાહના પુત્ર જય શા પર પણ કથિત ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.
લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની એક રેલીમાં કહ્યુ હતુ કે હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ- શું શાન છે? શું તમે જય શાહનું નામ સાંભળ્યું છે? તે એક જાદૂગર છે. તે ત્રણ માસમાં 50 હજારને 80 કરોડમાં બદલી શકે છે.
સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરના મામલામાં સીબીઆઈએ અમિત શાહ સહીત 38 લોકોને આરોપી બનાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસની સુનાવણી ગુજરાતથી મુંબઈની વિશેષ કોર્ટમાં સ્થાનાંતરીત કરવામાં આવી હતી. સ્પેશયલ કોર્ટે 2014માં 16 લોકોને બરી કર્યા હતા. તેમાં 14 પોલીસ અધિકારી સહીત અમિત શાહનો પણ સમાવેશ થતો હતો.
ચૂંટણી પ્રચારમાં તમામ મોદી ચોર ક્યો હૈ- કહેવાના મામલામાં રાહુલ ગાંધી છ જૂને પટનાની વિશેષ અદાલતમાં રજૂ થયા હતા. ન્યાયાધીશે રાહુલ ગાંધીને તેમને પર લગાવવામાં આવેલા આરોપોને વાંચી સંભળાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ તમામ આરોપોને પાયવિહોણા ગણાવ્યા હતા. તેના પછી કોર્ટે તેમને 10 હજારના જાત મુચરકા પર જામીન આપ્યા હતા. આ બદનક્ષીનો કેસ બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ દાખલ કર્યો હતો.
આ પહેલા કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા સાથે જોડાયેલા બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી મુંબઈની શિવડી કોર્ટમાં જુલાઈએ રજૂ થયા હતા. કોર્ટે 15 હજાર રૂપિયાના ચરકા પર તેમને જામીન આપ્યા હતા. અહીં સંઘના કાર્યકર્તા ધ્રુતીમાન જોશીનો આરોપ હતો કે રાહુલે ગૌરી લંકેશની હત્યાના 24 કલાકની અંદર કહ્યુ કે જે લોકો સંઘ અને ભાજપનીવિચારધારાની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. તેમના પર હુમલા કરવામાં આવે છે. ત્યાં સુધી કે તેમને જાનથી મારી નાખવામાં આવે છે. 5 સપ્ટેમ્બર, 2017ના રોજ બેંગાલુરુમાં બાઈકથી આવેલા લોકોએ ગૌરીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.