Site icon Revoi.in

પાકિસ્તાની મીડિયાના “પોસ્ટર બૉય” બન્યા રાહુલ ગાંધી, કાશ્મીર પરના નિવેદનોની બનાવે છે હેડલાઈન

Social Share

નવી દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગત શનિવારે એટલે કે 24 ઓગસ્ટે કાશ્મીરની મુલાકાતે ગયા હતા. તે વખતે રાહુલ ગાંધી સહીત વિપક્ષના અન્ય 11 નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લક્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોની સ્વતંત્રતા અને નાગરીક વસ્તી પર અંકુશ લગાવાયાને 20 દિવસ થઈ ગયા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાઁધીના આ નિવેદનના સામે આવ્યા બાદથી જ તે પાકિસ્તાની મીડિયાના પોસ્ટર બોય બની ગયા છે. પાકિસ્તાની મીડિયામાં તેમના નિવેદનો હેડલાઈન બનીને છવાઈ રહ્યા છે અને તેમના નિવેદનોને પાકિસ્તાની મીડિયા સતત ઉછાળી રહ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં આગળ લખ્યું છે કે વિપક્ષ અને પ્રેસે જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરવાની કોશિશ કરી તે દરમિયાન અહેસાસ થયો કે રાજ્યના લોકો પર કઠોર બળપ્રયોગ અને પ્રશાસનિક ક્રૂરતા થઈ રહી છે. તેમણે કહ્યુ હતુ કે વિપક્ષના નેતાઓ અને પ્રેસને જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસનિક ક્રૂરતાનો અહેસાસ થયો. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી સહીત વિપક્ષના 11 નેતાઓનું ડેલિગેશન શનિવારે કાશ્મીર ખીણની મુલાકાત કરવા શ્રીનગર પહોંચ્યું હતું. જો કે પ્રશાસનના અધિકારીઓએ નેતાઓને આની મંજૂરી આપી ન હતી અને અહીંથી જ પાછા મોકલી દીધા હતા.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટ સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી અદિકારીઓને કહેતા દેખાઈ રહ્યા છે કે તે રાજ્યપાલના નિમંત્રણ પર શ્રીનગર આવ્યા છે. વીડિયોમાં તે સૂચન આપતા દેખાઈ રહ્યા છે કે તેમને જૂથમાં નહીં, પરંતુ વ્યક્તિગત રીતે ઘાટીની મુલાકાત કરવા દેવામાં આવે. રાહુલ ગાંધીએ વીડિયો દ્વારા આરોપ લગાવ્યો છે કે પ્રતિનિધિમંડળની સાથે પહોંચેલા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું, તેનાથી સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય નથી.

આ મામલા પર જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શનિવારે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પર આકરો વાકપ્રહાર કરતા કહ્યુ કે હજી રાહુલ ગાંધીની અહીં કોઈ જરૂરત નથી. તેમની જરૂરિયાત ત્યારે હતી, જ્યારે તેમના સહયોગીઓ સંસદમાં બોલી રહ્યા હતા. જો તે સ્થિતિને બગાડવા ચાહે છે અને અહીં આવીને દિલ્હીમાં તેમના દ્વારા જણાવવામાં આવેલા જૂઠ્ઠાણાઓનો પુનરોચ્ચાર કરવા ચાહે છે, તો આ સારું નથી.

રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ હતુ કે મે રાહુલ ગાંધીને સદભાવનાથી આમંત્રિત કર્યા હતા. પરંતુ તેમણે રાજનીતિ કરવાનું શરૂ કરી દીધું. સત્યપાલ મલિકે કહ્યુ છે કે આ લોકો દ્વારા આ રાજકીય કાર્યવાહી સિવાય કંઈ ન હતું. રાજકીય પાર્ટીઓએ હાલના સમયમાં રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 અને 35-એને અસરહીન બનાવીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો.

કોંગ્રેસના નેતાઓની આ યાત્રા પર જમ્મુ-કાશ્મીર પ્રશાન તરફથી કહેવામાં આવ્યું હતું કે તમામ નેતાઓને નિવેદન છે કે તે હાલ શ્રીનગરની મુલાકાત લેવાથી બચે. તેમના કારણે અહીં લોકોને પણ મુશ્કેલીઓ થઈ શકે છે. હજીપણ ઘણા ક્ષેત્રોમાં કેટલાક પ્રતિબંધો છે. ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ હતુ કે પોલિટિકલ પર્યટન બંધ કરવું જોઈએ. જમ્મુ-કાશ્મીરના લોકો વિશ્વાસ તરફ આગળ વધી રહ્યા છે. તમે ભાગલાવાદીઓને ખુશ કરવા માટે આમ કરી રહ્યા છો. પોલિટિકલ પર્યટનથી કોઈ ફાયદો થશે નહીં.