Site icon Revoi.in

એરફોર્સ ડે પર રાફેલની શાનદાર એન્ટ્રી – તેજસ જગુઆર સાથે મળીને કર્યુ પ્રદર્શન

Social Share

ભારતીય વાયુ સેના આજરોજ 88મો સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે, ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના તેની તાકાતનું પ્રદર્શન કરીતી જોવા મળી છે, આ વર્ષ દરમિયાન રફોર્સના કાફલામાં રાફેલએ રંગ જમાવ્યો છે, રાફેલ સાથે વાયુસેનાના કેટલાક અન્ય વિમાનો પણ પ્રદર્શનમાં જોડાયા છે, જો કે આ પ્રદર્શનમાં લડાકૂ વિમાન રાફેલ એ તેની તાકાતનું શાનદાર પ્રદર્શન કર્યું છે.

હિંડન એરબેઝ પર યોજાયેલ પરેડમાં ત્રણેય સૈન્યના પ્રમુખો ઉપરાંત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ પરેડ સ્થળે હાજર રહ્યા હતા, આ કાર્યક્રમમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર રહ્યા છે. વાયુસેનાના વડા આર.કે.એસ. ભદોરિયાએ સૌ પ્રથમ ગાર્ડ ઓનરનું અભિવાદન કર્યું ,અને ગ્રુપ કેપ્ટન સાગરના નેતૃત્વમાં પરેડની શરૂઆત થઈ.

રફાલ લડાકૂ વિમાન  સિવાય સૂર્યકિરણ ટીમે ફરી એક વખત આકાશમાં પોતાની શક્તિ બતાવી હતી.આ ટીમનન અદર ઘણા લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે, જે સમયસર દુશ્મનનો નાશ કરી શકે છે. આ ટીમમાં વિંગ કમાન્ડર અર્જુન યાદવ અને અન્ય એરમેન સામેલ હતા.

એરફોર્સ ડે પર, ચિનૂક હેલિકોપ્ટર , અપાચે હેલિકોપ્ટર , ગ્લોબમાસ્ટર, સુખોઈ સહિત ઘણા લડાકૂ વિમાનો આકાશમાં પોતાની શક્તિ બતાવી.

સાહીન-