નવી દિલ્હી : શ્રીલંકામાં થયેલા ઈસ્ટર બોમ્બ વિસ્ફોટ બાદ ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં સતર્ક કરતા કહેવામાં આવ્યું છે કે દેશમાં મોટા પ્રમાણમાં કટ્ટરતાનો ખતરો વધી રહ્યો છે અને ઘણા કટ્ટર ઈસ્લામિક જૂથો દેશમાં ઘણાં શહેરોમાં પોતાની પહોંચ બનાવવાની કોશિશમાં લાગેલા છે. ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેરળના કેટલાક રેડિકલ ગ્રુપ જ્યાં ભારત અને નેપાળની સીમા પર સતત રેડિક્લાઝેશનમાં લાગેલા છે. ત્યારે આ ગ્રુપનાં નિશાના પર આસામમાં રહેતા બાંગ્લાદેશી મુસ્લિમો પણ છે.
રિપોર્ટ પ્રમાણે, ગલ્ફ દેશોમાંથી આવે રહેલા ફંડને કારણે ઘણાં ઈન્ટરનેશનલ રેડિકલ ગ્રુપ પણ ભારતના ઘણાં શહેરોમાં પોતાની ગતિવિધિઓ વધારવામાં લાગેલા છે. મીડિયા અહેવાલો મુજબ, તમિલનાડુનું પણ એક ગ્રુપ ગુપ્તચર એજન્સીઓના રડારમાં છે. જર્મની, રશિયા, ચીન અને તુર્કીમાં પ્રતિબંધિત થઈ ચુકેલા કેટલાક કટ્ટર રેડિકલ જૂથ ભારતમાં પોતાના પગ ફેલાવવાની કોશિશમાં છે.
ગૃહ મંત્રાલયે ગુપ્તચર એજન્સીઓને ઘણી ગંભીરતાથી લેતા સુરક્ષા એજન્સીઓને આવા રેડિકલ જૂથ પર નજર રાખવા માટે જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે એજન્સીઓને કહ્યુ છે કે આ રેડિકલ ગ્રુપની ક્યાં-ક્યાં શહેરોમાં પહોંચ થઈ ચુકી છે અને તેમના લીડર્સ કોણ-કોણ છે, તેની ભાળ મેળવી શકાય.
શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો બાદ થયેલી તપાસમાં ખુલાસો થયો છે કે ગત કેટલાક મહિનામાં શ્રીલંકાના ઘણાં વિસ્તારમાં આવા ગ્રુપે મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવકોને રેડિક્લાઈઝ્ડ કર્યા હતા અને તેમાથી એક ગ્રુપે શ્રીલંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કર્યા હતા. જોવામાં આવે તો કેરળ સહીત ઘણાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં આઈએસઆઈએસ પોતાનો પગ ફેલાવવાની કોશિશમાં છે. આ ઘટનાક્રમમાં એનઆઈએ આઈએસઆઈએસ સાથે જોડાયેલા ડઝનબંધ શકમંદોને એરેસ્ટ કરી ચુક્યા છે. પરંતુ તેમ છતાં ખતરો હજી ટળ્યો નથી.