Site icon hindi.revoi.in

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 પહેલાનો માહોલ, ટ્રંપ અને બાઈડન વચ્ચે ખરાખરીની ટક્કર

Social Share

અમદાવાદ: અમેરિકામાં હવે ગણતરીના મહિનામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વિપક્ષના જો બાઈડન વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા 32 જેટલા સર્વે કરવામાં આવ્યા છે જેમાં બાઈડન ટ્રંપથી આગળ રહ્યા છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે બાઈડનનું વલણ ચીન પ્રત્યે નરમ છે અને ડોનાલ્ડ ટ્રંપનું વલણ ચીન પ્રત્યે કડક છે. ચીન પણ ઈચ્છશે કે અમેરિકાના 2020ના ઈલેક્શનમાં જો બાઈડન સત્તામાં આવે અને તેનું કારણ છે કે જો ડોનાલ્ડ ટ્રંપ ફરીવાર સત્તામાં આવશે તો ચીન માટે ફરીવાર આગામી ચાર વર્ષ વેપાર કરવો મુશ્કેલ બની જશે અને ડોનાલ્ડ ટ્રંપ છે ત્યાં સુધી ચીનના નાપાક મનસૂબા પણ પુરા થઈ શકે તેમ નથી.

અમેરિકાના એક ખાનગી સમાચાર પત્રના એક રિપોર્ટ પ્રમાણે ઈતિહાસમાં પ્રથમવાર 76% મતદાતા પોસ્ટથી મતદાન કરી શકે છે અને તેનું કારણ છે કોરોનાવાયરસની બીમારી. અમેરિકામાં કરવામાં આવેલા સર્વેને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ખોટા બતાવવામાં આવ્યા છે અને ફરીવાર સત્તામાં આવવાનો દાવો પણ કર્યો છે.

અમેરિકામાં લોકોના મત જીતવા માટે અને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે પ્રેસિડન્શિયલ ડિબેટ પણ યોજવામાં આવશે જેમાંથી પહેલી ડિબેટ ક્લાઈવલેન્ડમાં 29 સપ્ટેમ્બરે, બીજી ડિબેટ ફ્લોરિડાના મિયામીમાં15 ઓક્ટોબરે અને ત્રીજી ડિબેટ 22 ઓક્ટોબરે ટેનેસીમાં થશે.

Exit mobile version