Site icon hindi.revoi.in

ખેડૂતોનું આંદોલન હાલ સમાપ્ત, 10 દિવસ બાદ ફરીથી ભરશે હુંકાર

Social Share

નવી દિલ્હી: ભારતીય કિસાન સંગઠનના અધ્યક્ષ પુરનસિંહે કેડૂતોના ધરણાં-પ્રદર્શન પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે સરકારે અમારી 15માંથી 5 માગણી માની લીધી છે. પંરતુ ધરણા-પ્રદર્શન સ્થાયીપણે બંધ કરવામાં આવ્યા નથી. તેને કામચલાઉપણે બંધ કરવામાં આવ્યા છે.

પુરનસિંહે કહ્યુ છેકે યુપીના તમામ ખેડૂતો 10 દિવસ બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. અમારી જે માગણી બાકી રહી છે, તેને લઈને અમે સરકારને મળીશું. યુપીના ખેડૂતો દિલ્હીના કિસાન ઘાટ પર કૂચ કરવા માટે દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. પુરનસિંહે કહ્યુ છે કે સરકાર જો અમારી સમગ્ર માગણી માની લે છે, તો અમે ધરણા-પ્રદર્શન બંધ કરીશું. જો સરકાર આમ કરતી નથી, તો ધરણા-પ્રદર્શન કરવા પર મજબૂર થઈ જશે.

યુપીના નારાજ ખેડૂતોનું આંદોલન હાલ સમાપ્ત થઈ ગયું છે. યુપીના હજારો ખેડૂતો પોતાની માગણીને લઈને શનિવારે દિલ્હીમાં ધરણા-પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તમામ ખેડૂતો દિલ્હીના કિસાનઘાટ પર ડેરો નાખવા માટે રવાના થયા હતા. જો કે તેમને બોર્ડર પર જ રોકવા માટે સીમાઓના સીલ કરી દેવામાં આવી હતી. હજારો સંખ્યામાં પોલીસ ફોર્સ દિલ્હી બોર્ડર પર તેનાત છે. પ્રશાસને પોલીસને હાઈએલર્ટ પર રાખી છે.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી ટ્રાફિક પોલીસ પ્રમાણે ખેડૂત ટ્રેક્ટર ટ્રોલીઓ પર સવાલ થઈને આવી રહ્યા છે. જે દિલ્હી વાહનવ્યવહાર નિયમની વિરુદ્ધ છે. દિલ્હીના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યુ છે કે દિલ્હીમાં ટ્રેક્ટર ટ્રોલીની સવારી પર ગાડીના ઉપયોગની જેમ સંપૂર્ણપણે રોક છે. ખેડૂત જો પોતાની ગાડીઓ બોર્ડર પર છોડીને પગપાળા માર્ચ કરીને કિસાન ઘાટ સુધી જાય છે, તો તેમને જવા દેવામાં આવશે. ટ્રેક્ટર-ટ્રોલીથી ઘાટ પર જવાની મંજૂરી આપી શકાય નહીં.

Exit mobile version