1. Home
  2. revoinews
  3. પંજાબ નેશનલ બેંકના 3,688 કરોડ ડૂબ્યા- DHFLને આપવામાં આવેલી લોન ફ્રોડ ઘોષિત કરવામાં આવી
પંજાબ નેશનલ બેંકના 3,688 કરોડ ડૂબ્યા- DHFLને આપવામાં આવેલી લોન ફ્રોડ ઘોષિત કરવામાં આવી

પંજાબ નેશનલ બેંકના 3,688 કરોડ ડૂબ્યા- DHFLને આપવામાં આવેલી લોન ફ્રોડ ઘોષિત કરવામાં આવી

0
  • પંજાબ નેશનલ બેંકને ફરી લાગ્યો ફટકો
  • 3,688 કરોડ બેંકના ડૂબ્યા
  • પંજાબ નેશનલ બેંક ફરી લોન ઘોટાળામાં ફસાઈ
  • દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડએ કરી છેતરપિંડી

દેશામાં અનેક બેંક લોનઘોટાળાના મામલે વિવાદમાં હોઈ તેવી અનેક ઘટનાઓ સામે આવી છે ,ત્યારે ફરી એકવાર પંજાબ નેશનલ બેંકને કરોડો રુપિયાનો ફટકો પડ્યો છે, દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડએ પંજાબ નેશનલ બેંક પાસેથી કુલ રુપિયા 3,688 કરોડની લોન લીધી હતી,આ લોનને હવે ફ્રોડ જાહેર કરવામાં આવી છે,ત્યારે આ પહેલા પણ નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકને 14 હજાર કરોડ રુપિયાથી વધુનો ચૂનો લગાવ્યો હતો.

સરકારી ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ ફરી એકવાર લોન ઘોટાળાના વિવાદમાં સપડાય છે,આ બંકે દ્રારા ગુરુવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના એનપીએ એટલે કે નોન-પરફોર્મિંગ એસેટ ખાતામાં 3,688.58 કરોડ રુપિયાની છેતરપિંડી અંગે આરબીઆઈને માહિતી આપવામાં આવી છે.

આ ડીએચએફએલ હાલ ત્યારે ચર્ચામાં આવ્યું છે કે, જ્યારે એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, તેણે અનેક માસ્ક કંપનીઓ દ્વારા બેંક લોનના કુલ 97,000 કરોડ રુપિયાના બેંકના દેવામાંથી કથિત રુપથી 3, 000 કરોડ રુપિયાની હેરાફેરી કરી છે.

એક મીડિયા એહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ડીએચએફએલ દ્રારા કરવામાં આવેલ છેતરપીંડીની ખબર આરબીઆઈને આપવામાં આવી ચૂકી છે,તે સાથે જ બેંક એ કહ્યું કે, બેંકે નિર્ધારિત માપદંડ મુજબ આ માટે 1,246.58 કરોડ રૂપિયાની જોગવાઈ કરી લીધી છે. ડીએચએફએલ પહેલી નાણાકીય સેવા કંપની છે કે, જે દેવાના સમાધાનને લઈને એનસીએલટી પાસે પહોંચી છે. ગયા વર્ષે આ કંપનીમાં નિયમોના કથિત ઉલ્લંઘનના રિપોર્ટ બાદ એસએફઆઈઓ સહિત વિવિધ એજન્સીઓએ તપાસ પણ શરૂ કરી હતી.

ત્યારે હવે ડીએચએફએલ કંપની પર પંજાબ નેશનલ બેંક સાથે પણ છેતરપીંડી કરવાની ઘટના સામે આવી છે,કંપનીના પ્રમોટર હાલ કસ્ટડીમાં છે,અને પ્રવર્તન નિર્દેશાલય એ ગુરુવારના રોજ તેમની સંપત્તી જપ્ત કરી છે,યસ બેંક ઘોટાળાના મામલે ઈડી એ બેંકના પૂર્વ પ્રમુખ રાણા કપૂર અને ડીએચએલના પ્રમોટર્સ કપિલ વધાવન અને ઘીરજ વધાવનની કુલ 2400 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી છે,જેમાં રાણા કપૂરની 1000 કરોડ રુપિયઅને વધાવન બંધુઓના 1400 કરોડ રુપિયાની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.