Site icon hindi.revoi.in

પંજાબમાં પ્રાઈવેટ યુનિવર્સિટી બનાવવા માટે સરકારે કાયદામાં કર્યું મોટું પરિવર્તન

Social Share

પંજાબની કોંગ્રેસની સરકારે રાજ્યમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓના નિર્માણ માટે લઘુત્તમ જમીનની આવશ્યકતાની શરતમાં મોટું પરિવર્તન કર્યું છે. પંજાબની સરકારે યુનિવર્સિટી બનાવવા માટે જરૂરી જમીનની મર્યાદા ઘટાડીને 35થી 25 એકર કરી દીધી છે. હવે 24 એકરની મર્યાદામાં પણ યુનિવર્સિટી બનાવવાની માન્યતા આપી શકાશે.

આ વાતની જાણકારી મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આપી છે. આ નિર્ણય કેપ્ટન અમરિન્દરસિંહની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠક બાદ લેવામાં આવ્યો છે.

કેપ્ટન અમરિન્દરસિંહે ટ્વિટ કરીને આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે મને આ જણાવતા ખુશી થઈ રહી છે કે પંજાબ કેબિનેટે પ્રાઈવેટ યુનિવર્સિટીને સ્થાપિત કરવા માટે લઘુત્તમ જમીન મર્યાદા 35 એકરથી ઘટાડીને 25 એકર કરી દીધી છે.

કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે આ નિર્ણય બાદથી પંજાબમાં શિક્ષણ ક્ષેત્રમાં રોકાણ વધશે. મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે દાવો કર્યો છે કે આ યુનિવર્સિટીઓમાં કોઈપણ સંજોગોમાં શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાનો રાજ્ય સરકાર ખ્યાલ રાખશે.

મહત્વપૂર્ણ છે કે પ્રાઈવેટ યુનિવર્સિટી ખોલવા માટે જમીન સંપાદનમાં તમામ કાયદાની અડચણો આવે છે. તેવામાં યુનિવર્સિટીની સ્થાપનાથી રોકાણકાર ડરે છે. પંજાબ સરકારે આ નિર્ણય બાદ પંજાબમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓના નિર્માણમાં ઝડપ આવી શકે છે. આના પહેલા પણ કેપ્ટન અમરિન્દરસિંહ પંજાબને એજ્યુકેશન હબ બનાવવાની મનસા જાહેર કરી ચુક્યા છે.

Exit mobile version