Site icon hindi.revoi.in

પુણે: ભારે વરસાદને કારણે સોસાયટીની દીવાલ ધ્વસ્ત, 4 બાળકો સહીત 15 લોકોના મોત

Social Share

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કોંધવામાં દીવાલ પડી જવાને કારણે 15 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગંભીરપણે ઘવાયા છે. કાટમાળમાં ઘણાં લોકોના ફસાયા હોવાની પણ આશંકા છે. રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઘટનાસ્થળ પર એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે.

અહેવાલ છે કે કોંધવા વિસ્તારમાં ઝુંપડપટ્ટી પર દીવાલ પડી હતી. કાટમાળમાં ફસાયેલા ત્રણ લોકોને કાઢવાં આવ્યા છે. કુલ 15 લોકો ફસાયા હોવાના અહેવાલ હતા. ભારે વરસાદને કારણે આ દર્દનાક દુર્ઘટના થઈ હતી. 60 લાંબા કમ્પાઉન્ડની દીવાલ બાજૂમાં ઝુંપડપટ્ટી પર પડી ગઈ અને તેમા સુતેલા લોકો દબાઈ ગયા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે, મરનારાઓમાં ચાર બાળકો પણ સામેલ છે. ગંભીરપણે ઘાયલ બે લોકોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

દુર્ઘટના સંદર્ભે પુણેના જિલ્લાધિકારીએ કહ્યુ છે કે ભારે વરસાદને કારણે દીવાલ પડી ગઈ હતી. આ દુર્ઘટના બાદ પ્રારંભિક તપાસમાં કન્સ્ટ્રક્શન કંપનીની ગડબડ સામે આવી રહી છે. 15 લોકોના મોતની ઘટના નાની નથી. મૃતકોમાં મોટાભાગના લોકો બિહાર અને બંગાળના વતની છે. પીડિતોની શક્ય તમામ મદદ કરાઈ રહી છે.

આ દુર્ઘટનાનું કારણ ભારે વરસાદ ગણાવાય રહ્યું છે. શુક્રવારથી મુંબઈ અને પુણેની નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે જમીન ધસી પડવાના પણ અહેવાલો આવી રહ્યા છે. મુંબઈમાં વરસાદને કારણે કરન્ટ લાગવાથી બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ઘણાં વિસ્તારોમાં વૃક્ષો પડવાને કારણે લોકોના ઘાયલ થવાનાપણ અહેવાલ છે. એક આવી જ ખબર મુંબઈના ચેમ્બૂરથી આવ્યા હતા. જ્યાં ઓટોરિક્ષા પર એક દીવાલ પડી હતી. દુર્ઘટના રાત્રે બે વાગ્યાની છે. કાટમાળને હટાવવામાં આવ્યો છે. તેમા કોઈના જાનહાનિના અહેવાલ નથી.

પુણેમાં આગામી ચાર દિવસ સુધી બારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સહીત કોંકણ વિસ્તારમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગ પ્રમાણે, અરબીસમુદ્ર પર મોનસૂનનું દબાણ બનેલું છે, જે આગામી કેટલાક દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે. મુંબઈમાં શુક્રવારથી વરસાદ થઈ રહ્યો છે. ઘણાં સ્થાનો પર જળભરાવની સમસ્યા ઉભી થઈ ચુકી છે. સડકો પર પાણી ભરાવવાને કારણે લોકો ખાસા પરેશાન છે. મુંબઈમાં થોડાક સમયગાળા માટે વરસાદ થંભ્યા બાદ ગત રાત્રે ફરીથી વરસાદ શરૂ થયો હતો. મુંબઈમાં હવામાન વિભાગે ક્હ્યુ છે કે આગામી 24 કલાકમાં ઘણો તેજ વરસાદ પડવાની આશંકા છે.

Exit mobile version