Site icon hindi.revoi.in

પુલવામા સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા – છેલ્લા 24 કલાકમાં કુલ 7 આતંકીઓનો ખાતમો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

જમ્મુ-કાશ્મીરમાં અનાર નવાર આતંકીઓની ઘુસણખોરીની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, સતત ખડેપગે સેના અહીંના લોકોની રક્ષા કરતી જોવા મળે છે, ત્યારે વિતેલી રાતથી જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકીઓ અને સેના વચ્ચે મૂઠભેદ સર્જાય રહી હતી જેમાં સેનાએ 3 આતંકીઓનો ખાતમો કર્યો છે, વિતેલા 24 કલાકમાં આ તબીજુ એન્કાઉન્ટર શરુ છે,

સેનાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જદુરા ગામમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે, ત્યારે આ સમગ્ર ઓપરેશન દરમિયાન સેનાનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે, આ પહેલા શુક્રવારના રોજ શોપિયા જીલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 આતંકવાદીને ઢેર કરાયા હતા તો એક આતંકીએ સરેન્ડર કર્યું હતું , આમ સમગ્ર રીતે જોવા જઈએ તો છેલ્લા 24 કલાક માં જ સેના દ્વારા કુલ 7 આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. જે સેનાની મોટી સફળતા કહી શકાય.

જમ્મુ-કાશ્મીર પોલીસના મુજબ,પુલવામાના જદુરા વિસ્તારમાં મોડી રાત્રે સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતું. આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે અને એક સૈનિક પણ શહીદ થયો છે. હાલ પણ સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના કહ્યા પ્માણે, ઘટના સ્થળેથી આપત્તીજનક સામગ્રી અને શસ્ત્રો પણ મળી આવ્યા છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસેથી 1 એકે -47 અને 2 પિસ્તોલ ઝપ્ત કરી છે.હાલ પોલીસે સમગ્ર વિસ્તાર પર પાબંધી લગાવી છે, અહીથી પસાર થતા દરેક વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સાહીન

Exit mobile version