Site icon hindi.revoi.in

PUBG મોબાઇલે ભારતમાં પરત ફરવાની કરી પુષ્ટિ, ભારતીય યુઝર્સ માટે સ્પેશિયલ ગેમ થશે લોન્ચ

Social Share

મુંબઈ: લગભગ એક મહિના પછી પબજી મોબાઈલે ભારતમાં પરત ફરવાની પુષ્ટિ કરી છે. પબજી કોર્પોરેશને ભારતમાં પબજી મોબાઇલની વાપસીની ઘોષણા કરી દીધી છે. એવું પણ કહ્યું છે કે, ભારતીય યુઝર્સ માટે એક સ્પેશિયલ ગેમ પણ શરૂ કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે, નવી ગેમ માટે પબજીએ કોઈપણ ચાઇનીઝ કંપનીઓ સાથે ભાગીદારી નહીં કરવાનો નિર્ણય લીધો છે.

પબજી કોર્પોરેશનના નિવેદન મુજબ પબજી મોબાઇલ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ માટે કંપની ભારત સરકારની ડેટા પોલિસીનું સંપૂર્ણ પાલન કરશે.

પબજીએ ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં 100 મિલિયન ડોલર રોકાણ કરવાની પણ જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગેમ માટે તેની મૂળ કંપની Krafton Inc ભારતમાં 100 મિલિયન કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ભારતમાં ગેમ્સ,ઇ-સ્પોર્ટ્સ, મનોરંજન અને આઇટી ઇન્ડસ્ટ્રીઝ માટે છે.

પબજી કોર્પોરેશને હાલમાં ભારતીય ઓફીસ માટે લિંકડીન પર કોર્પોરેટ ડેવલપમેન્ટ ડિવિઝન મેનેજરના પદ માટે પોસ્ટ કર્યું છે. આ નોકરી માટે પાંચ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બરની શરૂઆતમાં ડેટા સિક્યુરિટી માટે 200 ગેમિંગ એપ્સ સાથે ભારતમાં પબજી મોબાઇલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે હવે કંપનીએ ભારતમાં પબજી મોબાઇલ શરૂ કરવાની ચોક્કસ તારીખ હોવા છતાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તેના વિશે કોઈ માહિતી નથી.

_Devanshi

Exit mobile version