Site icon hindi.revoi.in

અલીગઢ કાંડમાં પ્રિયંકા ગાંધીનો માસૂમની હત્યા પર સવાલ, કેવો સમાજ બનાવી રહ્યા છીએ આપણે?

Social Share

ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની જઘન્ય હત્યાના મામલાએ તૂલ પકડયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાને અમાનવીય ગણાવી છે અને દોષિતોને આકરામાં આકરી સજા આપવાની માગણી કરી છે. તેના સિવાય બોલીવુડના કલાકારોએ પણ આ ઘટના બાદ સોશયલ મીડિયા પર પોતાના ગુસ્સાનો ઈજહાર કર્યો છે.

પ્રિયંકા ગાંધીએ આ ઘટના પર ટ્વિટ કરીને દોષિતોને સજા અપાવવાની માગણી કરી છે. તેની સાથે જ પીડિત પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે. આ ઘટનાએ રાજકીય રૂપ લીધા બાદ એસએસપીએ મામલામાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ ઘટનાની આકરી નિંદા કરીને દોષિતોને સજા અપાવવાની માગણી કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે યુપીના અલીગઢમાં માસૂમ બાળકીની દર્દનાક હત્યાએ મને હેરાન અને પરેશાન કરી દીધી છે. કેવી રીતે કોઈ એક બાળક સાથે આટલી બર્બરતા કરી શકે છે? આ ભયાનક અપરાધ માટે કોઈપણ સંજોગોમાં સજા મળવી જોઈએ. યુપી પોલીસે હત્યારાઓને સજા અપાવવામાં ઝડપી કાર્યવાહી કરવી જોઈએ.

દિલ ડહોળી નાખનારી આ ઘટનાને લઈને હિંદુસ્તાન ગુસ્સામાં છે અને સોશયલ મીડિયા પર પણ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ ઘટનાને લઈને લોકો સતત ટ્વિટ કરી રહ્યા છે અને દોષિતોને આકરામાં આકરી સજા આપવાની માગણી કરી રહ્યા છે. ફિલ્મ જગતથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજોએ આઘટનાને લઈને ટ્વિટ કર્યું છે અને ઘટનાની આકરી ટીકા કરી છે.

આ માસૂમ બાળકીની સાથે જે હેવાનિયત થઈ, તે માણસાઈને શર્મસાર કરનારી છે. તેને બિસ્કિટ આપવાની લાલચમાં બોલાવવામાં આવી હતી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓએ માસૂમની આંખો કાઢી લીધી અને તેના શરીર પર તેજાબ નાખીને ત્રણ દિવસ સુધી કોથળામાં ભરીને તેની લાશને ઘરમાં રાખવામાં આવી હતી. બાદમાં માસૂમની લાશને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી, જેથી તેને શ્વાન ખાઈ જાય.

આ હત્યાનો આરોપ મોહમ્મદ જાહિદ અને મોહમ્મદ અસલમ પર છે. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવવામાં આવે છે કે અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન હેઠળના બૂઢા ગામની વતની માસૂમ બાળકી 31 મેથી તેના ઘરેથી લાપતા થઈ ગઈ હતી. જ્યારે શોધખોળ કરવામાં આવી, તો તેની કોઈ ભાળ મળી ન હતી. જેથી પરિવારજનોએ બાળકીના ગાયબ થવાનો રિપોર્ટ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જો કે બાળકીને બચાવી શકાઈ નહીં અને તેની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાનો ખુલાસો હત્યાના પાંચ દિવસ બાદ થયો હતો. એક કચરાના ઢગલા પાસે બાળકીની લાશ મળી આવી હતી અને તેને શ્વાન પીંખી રહ્યા હતા. લાશમાંથી ગંધ આવતી હતી. કચરરામાંથી બાળકીની લાશ મળ્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે માસૂમ સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. પરંતુ અલીગઢના એસએસપી આકાશ કુલહરીએ નિવેદન આપ્યું છે કે બાળકીનું  મોત ગળું દબાવીને નીપજવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે બાળકીની સાથે રેપ થયો નથી.

પોલીસ આ હત્યાકાંડને સંપૂર્ણપણે પરસ્પરની અદાવતને કારણ ગણાવી રહી છે. અલીગઢ પોલીસે કહ્યું છે કે મૃતક બાળકીની લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની સાથે બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું નથી. નાણાંની લેતીદેતીને લઈને બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ મામલામાં આરોપી જાહિદ અને અસલમની ધરપકડ કરીને બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા છે. આરોપીઓ પર એનએસએ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. પોલીસ દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેરવી કરવામાં આવશે.

તો મૃતક બાળકીના પરિવારજનોએ એક આરોપીની પત્ની અને તેના નાના ભાઈને પણ મામલામાં એરેસ્ટ કરવાની અને આરોપી બનાવવાની માગણી કરી છે. આના સંદર્ભે પોલીસનું કહેવું છે કે આ ઘટનાની તપાસ થઈ રહી છે. તેમાં જેના પણ દોષિત થવાનું સામે આવશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version