Site icon hindi.revoi.in

#TheWhiteTiger ફિલ્મથી પ્રિયંકા ચોપડાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

Social Share

મુંબઈ: પ્રિયંકા ચોપડાના ફેંસ ઘણા સમયથી તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક હતા. હવે તેમની રાહનો અંત આવ્યો છે. રાજકુમાર રાવ હવે પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે. તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું પાત્ર ‘પિંકી મેડમ’થી રૂબરૂ કરાવ્યું છે.

પ્રિયંકા અને રાજકુમાર પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. તે અરવિંદ અડીગાની પુસ્તક ‘ધ વ્હાઇટ ટાઇગર’ દ્વારા પ્રેરિત છે. આમાં નવોદિત કલાકાર આદર્શ ગૌરવ પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન રામિન બહરાની કરશે.

પ્રિયંકાએ પોતાનો ફર્સ્ટ લુક શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “#TheWhiteTiger માં, હું પિંકી મેડમની ભૂમિકા ભજવી રહી છું. જે અમેરિકામાં પહેલી પેઢીની અપ્રવાસી છે. તે પોતાના પતિ સાથે ભારતમાં છે. જે વ્યાપાર માટે યાત્રા કરી રહ્યો છે અને પછી…જીવન બદલાઈ છે. પિંકી મેડમ એક એવું વિશિષ્ટ પાત્ર છે. જેને નિભાવવું ખુબ જ આનંદદાયક છે. તે ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે નેટફ્લિક્સ પર આવી રહ્યું છે. ”

રાજકુમાર રાવે પણ તેની ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ધ વ્હાઇટ ટાઇગરને નેટફ્લિક્સ, મુકુલ દેઓરાની સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યો છે. તો, પ્રિયંકા આ ફિલ્મની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.

_Devanshi

Exit mobile version