- પીએમ મોદી સીરમ સંસ્થાની લેશએ મુલાકાત
- વેક્સિન બાબતે કરી શકે છે ખાસ જાહેરાત
- 28 નવેમ્બરના રોજ પીએમ મોદી સીરમ સંસ્થાને મુલાકાત લેશે
દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશ ને દુનિયાની જનર કોરોના વેક્સિન પર છે, દેશમાં પૂણે સ્થિત સીરમ સંસ્થા દ્રારા વેક્સિન બનાવવાનું કાર્ય. ઝડપી બન્યું છે ત્યારે હવે આ સમહ્ર બાબતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી 28 નવેમ્બરના રોજ આ સંસ્થાની મુલાકાત કરનાર છે.
ઉલ્લેખનીય છે કે,ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા નિર્માણ પામેલી કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યુ છે.આજ વેક્સિનના સમગ્ર તબક્કાઓ અન્ય દેશોમાં પૂર્ણ થઈ ચૂક્યા છે, ત્યારે ભારતમાં હવે આ વેક્સિનનો છેલ્લો તબક્કો જ ચાલી રહ્યો છે.
સમગ્ર દેશમાં જે રીતે કોરોનાનો રાફળો ફાટ્યો છે તેને જોતા વેક્સિનને લઈને કાર્યવાગી ઝડપી બની રહી છે,જેમાં સિરમ ઈન્સ્ટિટ્યુટ વેક્સિન પ્રોડક્શનની તૈયારીને લઈને ખડેપગે જોવા મળે છે, આઅ વેક્સિનના ત્રીજા તબક્કાના પરિક્ષણ પૂર્ણ થયા બાદ તેને મારિકેટમાં ઉપલબ્ધ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવશે.
કોરોનાને લઈને અને વેક્સિન બાબતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ સીરમ સંસ્થાની મુલાકાત કરનાર છે ત્યારે આશા સેવાઈ રહી છે કે પીએ મોદી વેક્સિન બાબતે જાહેરાત કરી શકે છે જો કે અ વાત તો પેમ મોદીની મુલાકાત બાદ જ જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે, પીએ મોદીએ કોરોના સંબધિત રાજ્યોના સીએમ સાથે ખાસ બેઠક યોજીને અનેક બાબતે ચર્ચાઓ કરી છે.
સાહીન-