Site icon hindi.revoi.in

પ્રધાનમંત્રી મોદી આવશે કચ્છની મુલાકાતે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત કરશે

Social Share

અમદાવાદ: વડાપ્રધાન મોદી દ્વારા થોડા દિવસો પહેલા જ સી પ્લેન સર્વિસનું ઉદધાટન કરવામાં આવ્યું હતુ અને ગત પ્રવાસમાં અન્ય યોજનાઓનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન મોદી હવે ફરીવાર 15 ડિસેમ્બરના રોજ ગુજરાત આવશે જ્યાં તેઓ કચ્છમાં બનવા જઈ રહેલા દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત કરશે.

રિન્યુએબલ એનર્જી પાર્કની ક્ષમતા 30 હજાર મેગાવોટની હશે. આ સાથે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી વિજય રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે.

પ્રધાનમંત્રીશ્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનશ્રીના હસ્તે શરૂ કરતા જઇએ છીયે. તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસના પ્રધાનમંત્રીના કર કમલથી ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Exit mobile version