- 5 ઓગસ્ટના રોજ પીએમ મોદી કરશે રામ મંદિરનું ભુમિ પૂજન
- રામના જમ્ન મહૂર્તના સમયે જ વડાપ્રધાન પૂજન કરશે
- 40 કિલો ચાંદીની શ્રીરામની શિલાનુ પૂજન કરીને તેની સ્થાપના કરશે
રામ મંદિર નિર્માણ માટેની શ્રધ્ધાળુંઓ ઓતુરતાથઈ રાહ જોઈ રહ્યા છે,સમગ્ર દેશનું ભ્વય રામ મંદિર અયોધ્યા ખાતે નિર્માણ પામનાર છે ત્યારે રામ મંદિરના ભુમિ પુજન માટેના અનેક શૂભ મહૂર્તો કાઢવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર આ શુભ મહૂર્ત નક્કી કર્યાના દિવસે રામ મંદિર નિર્માણ માટે ભુમિ પૂજન અને શીલાન્યાસ કરવામાં આવનાર છે.
આવનારી 5 ઓગસ્ટના રોજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી રામના જન્મના મહૂર્તમાં જ શ્રીરામ શિલાનું પૂજન કરશે,માનવામાં આવી રહ્યું છે કે,આ મહૂર્તમાં કરવામાં આવેલા તમામ કાર્યો સફળ સાબિત થાય છે,આ મહૂર્તને સામાન્ય રીતે આઠમું મહૂર્ત પણ કહેવામાં આવે છે.
5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી રામ મંદિરનું ભૂમિ પૂજજ કરી શકે છે,આ પૂજા અભિજીત મહૂર્તમાં સ્વાર્થ સિદ્ધીયોગમાં કરવામાં આવશે,પીએમ મોદી આ દિવસે 40 કિલો ચાંદીની શ્રીરામની શિલાનુ પૂજન કરીને તેની સ્થાપના પણ કરશે.
અભિજીત મહૂર્ત પ્રત્યેક દિવસે મધ્યાહ્નથી અંદાજે 24 મિનિટ પહેલા આરંંભ થઈને મધ્યાહ્નની 24 મિનિટ બાદ સમાપ્ત થઈ જાય છે,અભિજીત મહૂર્તનો વાસ્તવિક સમય સૂર્યોદય અનુસાર પરિવર્તિત થતો રહે છે,આ મહૂર્તમાં કરવામા આવેલ તમામ કાર્ય સફળ થાય છે,આ સાથે જે તે વ્યક્તિને વિજય પ્રાાપ્તિ પણ થાય છે,જેને આઠમું મહૂર્ત પણ કહેવામાં આવે છે.
કહેવામાં આવી રહ્યું છે કે,ભગવાન શ્રીરામનો જન્મ અભિજીત મહૂર્તમાં જ થયો હતો,આ માટે જ રામ મંદિરના ભુમિ પૂજન માટે અભિજીત મહૂર્ત પસંદ કરવામાં આવ્યું છે,5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ લગભગ 40 કીલો ચાંદીની ઈંટ શ્રીરામ શિલાને સમર્પિત કરશે,દેશના પીએમ મોદી આ શિલાની પૂજા કરશે,અને તેની સ્થાપના કરશે,તે સાથે જ મહંત ગોપાલ દાસના જણઆવ્યા અનુસાર 5 ઓગસ્ટના રોજ 3.30 ફૂટ ઊંડી ભૂમિમાં પાંચ ચાંદીની શિલાઓ રાખવામાં આવશે જે 6 નક્ષત્રોનું પ્રતીક છે.
સાહીન-