Site icon hindi.revoi.in

હવે આઈલેન્ડ વિસ્તારોની ઈન્ટરનેટ કનેક્ટિવિટી મજબુત બનશે-PM મોદી આજે ‘સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી’નું ઉદ્ઘાટન કરશે

Social Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી અંડમાન નિકોબાર માટે ફાઈબર કેબલની શરુઆત કરનાર છે,આ શરુઆત થકી હવે અહી વસતા લોકોને ઈન્ટરનેટ વાપરવાની બાબતે આવતી દૂવિધામાંથી છૂટકારો મળશે, કારણ કે ફાઈબર કેબલ દ્રારા ઈન્ટરનેટ સ્પીડને વેગ મળશે અને કનેક્ટિવિટી મજબુત બનશે.

ચેન્નઈથી પોર્ટ બ્લેયર સુધી વિકસાવવામાં આવેલી સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલને આજ રોજ વડાપ્રધાન મોદી દેશને સમર્પિત કરશે,આ નવી શરુઆતથી અંડમાન નિકોબારમાં ઈન્ટરનેટની સુવિધા મજબુત બનશે તો સાથે સાથે આ સિવાયના બીજા 7 જેટલા આઈલેન્ડને પણ તેનો ફાયદો મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દ્વારા જે ફાઈબર કેબલનું આજ રોજ ઓપનિંગ છે તેનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ જ વર્ષ 2018માં કર્યો હતો,આ ફાઈબર કેબલ લાઈનના માધ્યમથી અંદાજે 2300 કિલો મીટર લાંબો કેબલ ચેન્નાઈ-પોર્ટ બ્લેયર વિસ્તારોની વચ્ચે વિકસાવવામાં આવશે. આ કેબલ લાઈન ચેન્નઈ થી થઈને સ્વરાજ દ્વીપ, લિટિન અંડમાન, કાર નિરોબાર ,કામરોતા,ગ્રેટ નિકોબાર ,લોન્ગ આઈલેન્ડ, રંગત સુધી પહોંચશે,આ કેબલ માધ્યમથી થકી ખાસ અંડમાન નિકોબારને ઈન્ટરનેટની સુવિધા ઝડપી બનશે.

ઉલ્લેખનીય છે કે, આ આઈલેન્ડ એવા વિસ્તાર છે કે,જ્યા પ્રવાસીઓ પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે ,તે સાથે જ આજે સમગ્ર જગ્યાએ સોશિયલ મીડિયાનો ક્રેઝ છે તો બીજી તરફ દરેક લોકોના કામ હવે ઈન્ટરનેટના માધ્યમથી થતા હોય છે,ત્યારે આ આઈલ્નેડ પર અત્યાર સુધી ઈન્ટરનેટની સુવિધા નહિવત જેવી જ હતી,જેની સ્પીડ ખૂબ જ ઓછી હતી,ત્યારે દેશના પીએમ નરેન્દ્ર મોદી થકી આ સમસ્યાનું નિવારણ લાવવા માટે વર્ષ 2018મા અહી ફાઈબર કેબલનો શિલાન્યાસ કરવામાં આવ્યો જે કેબલ સબમરિનના માધ્યમથી પહોંડવામાં આવ્યો છે .આજ રોજ પીએમ મોદી સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેન્ક્ટિવિટીનું ઉદ્ઘાટન કરનાર છે.આ પ્રયત્ન થકી હવે અહી ઈન્ટરન્ટ કનેક્ટિવિટી સરળ બનશે.

સાહીન-

Exit mobile version