Site icon hindi.revoi.in

દેશના વડાપ્રધાન મોદીએ રાફેલનું સંસ્કૃતના શ્લોકથી કર્યુ સ્વાગત – રક્ષામંત્રીએ કહ્યું ,નવી ચીડિયા અંબાલા એરબેઝ પર લેન્ડ થઈ ચૂકી છે

Social Share

વિશ્વના સોથી વધુ શક્તિશાળી લડાકૂ વિમાનમાંના એક રાફેલની લેન્ડિંગ ભારતમાં થઈ ચૂકી છે,સોમવારના રોજ ફ્રાંસથી ઉડાનભરીને પાંચ રાફેલ વિમાને ભારતના અંબાલા એરબેઝ પર બુધવારના રોજ લેન્ડિગ કર્યુ છે,આ 5 રાફેલ વિમાનોએ બુધવારના રોજ અંબાલા એરબેઝ પર લેન્ડિંગ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્રારા ટ્વિટરના માધ્યમથી રાફેલનું સાવાગત કરવામાં આવ્યું છે.દેશના વડા પ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને રાફેલ લડાકૂ વિમાનનું સ્વાગત સંસ્કૃતના શ્લોકથી કર્યું છે.

પીએમ મોદીએ સંસ્કૃતમાં લખ્યું છે કે,- ” राष्ट्ररक्षासमं पुण्यं, राष्ट्ररक्षासमं व्रतम्,राष्ट्ररक्षासमं यज्ञो, दृष्टो नैव च नैव च।। नभः स्पृशं दीप्तम्…स्वागतम्”

આ શ્લોકનો અર્થ એમ થાય છે કે,રાષ્ટ્ર રક્ષા સમાન બીજુ કોઈ પૂણ્ય નથી,રાષ્ટ્ર રક્ષા સમાન કોઈ વ્રત નથી,રાષ્ટ્ર રક્ષા સમાન કોઈ યજ્ઞ નથી,ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभ:स्‍पृशं दीप्‍तमनेकवर्ण व्‍यात्ताननं दीप्‍तविशालनेत्रम्। दृष्‍ट्वा हि त्‍वां प्रव्‍यथ‍ितान्‍तरात्‍मा धृतिं न विन्‍दामि शमं च विष्‍णो।।’ છે,

જેનો અર્થ થાય છે કે, હે વિષ્ણું,આકાશને સ્પર્શ કરનારા,તેજસ્વી,અનેક વર્ણોથી ભરેલા તથા વયાપક ચહેરાવાળા અને તેજસ્વી વિશાળ આંખોથી ભરેલા તમને જોઈને  ધીરજ અને ભયભીત અત:કરણવાળો હું શાંતિ નથી પામતો.

પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં જે વાતો કહી છેતેનો ઉલ્લેખ તેમણે એક ભાષણમાં પણ કર્યો હતો,પ્રધાન મંત્રીએ કહ્યું કે,राष्ट्र रक्षा समं पुण्यं, राष्ट्र रक्षा समं व्रतम, राष्ट्र रक्षा समं यज्ञो, दृष्टो नैव च नैव च।।

ત્યારે આ પહેલા દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ પણ રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું હતું,તેમણે લખ્યું હતું કે,નવી ચિડિયા અંબાલામાં લેન્ડ કરી ચૂકી છે,રાફેલ વિમાન ભારતીય સેનાની જરુરતોને દરેક રીતે પુરી કરે છે,તેમણે વધુંમાં કહ્યું કે,આ વિમાનને લઈને જેટલા આરોપ લગાવવામાં આવ્યા હતા તેનો જવાબ પહેલા જ આપી દેવામાં આવ્યો હતો,રાફેલ લડાકૂ વિમાન એક નવા યુગની શરુઆત છે

સાહીન-

Exit mobile version