Site icon hindi.revoi.in

યમુનોત્રી મંદિરની દાનપેટીઓને પૂજારીઓએ કપડાંથી ઢાંકી, કેસ થયો દાખલ

Social Share

ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતેના યમુનોત્રી મંદિરમાં પૂજારીઓ અને પ્રબંધન વચ્ચે તકરારની ઘટના સામે આવી છે. અહીં વેતન નહીં મળવાથી નારાજ પૂજારીઓએ મંદિરની દાનપેટીઓને કપડાંથી ઢાંકી દીધી છે. આ તસવીરો વાયરલ થવાને કારણે પ્રશાસને કેસ નોંધ્યો છે. દાનપેટીને કપડાથી ઢાંકવાને કારણે શ્રદ્ધાળુઓ તેમા ચઢાવો ચઢાવે છે.

બડકોટના એસડીએમએ દાનપેટીઓને આવી રીતે ઢાંકવાના મામલે એફઆઈઆરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ છે કે કેટલીક તસવીરો અને વીડિયો ફૂટેજ મળ્યા છે. જેમા દાનપેટી કપડાંથી ઢાંકવામાં આવી છે. જેના પર કેસ નોંધીને કાર્યવાહી કરાઈ રહી છે.

ઉત્તરાખંડના ચારધામવાળા મંદિરોમાં યમુનોત્રી મંદિર પણ સામેલ છે. આ ઉત્તરકાશી જિલ્લાના બડકોટ તાલુકામાં 3185 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. ચારધામનો પહેલો પડાવ આ મંદિરને માનવામાં આવે છે. યમુનોત્રી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂરથી જ યમુનાનું ઉદગમ થાય છે. મેથી ઓક્ટોબરના મહીનામાં આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન-પૂજન માટે પહોંચે છે.

Exit mobile version