પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવોમાં 7 પૈસા જ્યારે ડીઝલના ભાવોમાં 20-22 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો. આ છ દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 63 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 1 રૂપિયો 13 પૈસા પ્રતિ લીટર સસ્તું થઈ ગયું છે.
તેલ કંપનીઓએ મંગળવારે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો, જ્યારે ડીઝલના ભાવમાં દિલ્હી અને કોલકાતામાં 20 પૈસા, મુંબઈમાં 21 પૈસા અને ચેન્નાઈમાં 22 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
વીતેલા 5 દિવસોમાં પેટ્રોલના ભાવ
તારીખ | દિલ્હી | કોલકાતા | મુંબઈ | ચેન્નાઈ |
3 જૂન, 2019 | 71.30 | 73.54 | 76.98 | 74.08 |
2 જૂન, 2019 | 71.50 | 73.71 | 77.16 | 74.27 |
1 જૂન, 2019 | 71.62 | 73.74 | 77.28 | 74.39 |
31 મે, 2019 | 71.73 | 73.79 | 77.34 | 74.46 |
30 મે, 2019 | 71.80 | 73.86 | 77.41 | 74.53 |
વીતેલા 5 દિવસોમાં ડીઝલના ભાવ
તારીખ | દિલ્હી | કોલકાતા | મુંબઈ | ચેન્નાઈ |
3 જૂન, 2019 | 65.76 | 67.68 | 68.97 | 69.58 |
2 જૂન, 2019 | 66.16 | 68.06 | 69.37 | 69.98 |
1 જૂન, 2019 | 66.36 | 68.21 | 69.58 | 70.19 |
31 મે, 2019 | 66.51 | 68.27 | 69.69 | 70.31 |
30 મે, 2019 | 66.63 | 68.39 | 69.82 | 70.43 |
આગળ પણ ઘટાડાની અપેક્ષા
આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ ઘટાડાની અપેક્ષા કરવામાં આવી રહી છે. ઊર્જા વિશેષજ્ઞ નરેન્દ્ર તનેજાનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવોમાં આવેલા તાજેતરના ઘટાડા પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થશે જેનાથી સામાન્ય ગ્રાહકોને રાહત મળશે.
તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવોમાં તેજી કે મંદીની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો પર લગભગ 2 અઠવાડિયા પછી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં 7 દિવસથી કાચા તેલના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બેંચમાર્ક કાચા તેલ બ્રેંટ ક્રૂડના ભાવોમાં લગભગ 10 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે.