Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2019નું વોટિંગ પૂર્ણ થતાની સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના આખરી તબક્કાના વોટિંગના પૂર્ણ થયા બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે જૂના સ્તર પર જળવાય રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે તેજી જોવા મળી હતી.

પેટ્રોલમાં નવ પૈસાથી લઈને 10 પૈસા સુધી મોંઘુ થયું છે. તો ડીઝલ 15 પૈસાથી લઈને 16 પૈસા સુધી મોંઘુ થયું છે. રાજધાની નવી દિલ્હીમાં સોમવારે પેટ્રોલના ભાવમાં 9 પૈસાના વધારા સાથે 71.12 રૂપિયાના પ્રતિ લિટર અને ડીઝલ 15 પૈસાના વધારા સાથે 66.11 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું છે. ગત આઠ દિવસોમાં પેટ્રોલમાં લગભગ 2 રૂપિયાનો ઘટાડો થયો હતો.

દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલના રેટ અનુક્રમે 71.12 રૂપિયા, 76.71 રૂપિયા, 73.17 રૂપિયા અને 73.79 રૂપિયા સ્તર આવી ગયું છે. બીજી તરફ ડીઝલની કિંમતોમાં 15 પૈસાથી 16 પૈસાની તેજી આવી છે. આ તેજી બાદ દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં તેના ભાવ અનુક્રમે 66.11 રૂપિયા, 69.2 રૂપિયા, 67.84 રૂપિયા અને 69.58 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું છે. એનસીઆરના ગુરુગ્રામમાં પેટ્રોલ 71.35 રૂપિયા પ્રતિ લિટર અને નોઈડામાં 70.84 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

શહેર           પેટ્રોલ/ લિટર           ડિઝલ/ લિટર

દિલ્હી          71.12 રૂપિયા           66.11 રૂપિયા

મુંબઈ          76.71 રૂપિયા           69.24 રૂપિયા

કોલકત્તા      73.17  રૂપિયા          67.84 રૂપિયા

ચેન્નઈ          73.79 રૂપિયા          69.85 રૂપિયા

નોઈડા          70.84 રૂપિયા          65.24 રૂપિયા

ગુરુગ્રામ       71.35 રૂપિયા           65.32 રૂપિયા

ડોમેસ્ટિક ઓઈલ કંપની પ્રતિદિન પેટ્રોલ-ડીઝલની કિંમતોની સમીક્ષા કરે છે અને નવા દરો સવારે છ વાગ્યાથી પેટ્રોલ પંપો પર પ્રભાવી થઈ જાય છે. ઓઈલ કંપની વૈશ્વિક બજારમાં ઓઈલની કિંમતોના આધારે ડોમેસ્ટિક કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતોને આધાર  બનાવવામાં આવે છે. તેના સિવાય રૂપિયા અને ડોલરના વિનિયમ દરથી પણ ઓઈલની કિંમતો પ્રભાવિત થાય છે.