- કોરોનાવાયરસથી બચવું અત્યંત જરૂરી
- કોરોનાવાયરસના સાજા થયા બાદ પણ મુશ્કેલી તો છે જ
- સ્વસ્થ થયા બાદ પણ ખતરો તો છે જ
અમદાવાદ: કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વભરના દેશોમાં ફેલાયેલી છે. સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો 2 કરોડની નજીક પહોંચવા આવ્યો છે અને 1.20 કરોડ લોકો જેટલા સાજા પણ થયા છે. આ સાથે મહત્વના અને જાણવા લાયક સમાચાર આવી રહ્યા છે જે તમને ચોંકાવી દેશે.
વાત એવી છે કે કોરોનાવાયરસની બીમારીથી સ્વસ્થ થયેલા લોકોને ક્રોનિક ફટિગ સિંડ્રોમ નામની બીમારી થઈ શકે છે જેને જીવનભર સહન કરવી પડી શકે એમ છે. આ બીમારીમાં
અમેરિકાના સેંટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરે દાવો કર્યો છે કે કોરોનાવાયરસની બીમારીમાંથી સ્વસ્થ થયેલા 35 ટકા દર્દીઓમાં ક્રોનિક ફટિગ સિંડ્રોમ જોવા મળી રહ્યું છે જે ચિંતાજનક છે.
આ ગ્રૃપ દ્વારા સ્ટડી કરવામાં આવ્યું છે કે જે લોકોને આ બીમારી થઈ રહી છે તે લોકોમાં થાકની સમસ્યા, હાડકાઓમાં દુખાવો, ઉંઘ ન આવવાની સમસ્યા અને એકલા રહેવાની સમસ્યા જોવા મળી છે. રિસર્ચ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આવું થવા પાછળ કયા કારણો જવાબદાર છે.
ક્રોનિક ફટિગ સિંડ્રોમમાં હંમેશા દર્દીને થાકનો અનુભવ થતો રહે છે અને શારીરિક અને માનસિક બીમારી પણ થઈ શકે છે જેને ક્રોનિક ફટિગ સિંડ્રોમ કહેવામાં આવે છે. ક્રોનિક ફટિગ સિંડ્રોમ થવાનું મુખ્ય કારણ એનીમિયા, થાયરોઈડ, ડાયબિટિઝ, ફેફસા અને હ્યદય રોગ હોઈ શકે છે.
આ રોગ એવો છે કે જેનો ઈલાજ શોધી શકાય તેમ નથી કેમકે આની અસર દરેક જગ્યા પર અલગ અલગ રીતે થાય છે અને હાલમાં તો ડોક્ટર આ બીમારીથી આરામ મળે તે માટે વિટામીનની દવા આપવામાં આવી રહી છે. આ બીમારીમાં દર્દી નિવારક ઈન્જેક્શન પણ બસ થોડા સમય આરામ આપી શકે છે.
_VINAYAK