- હવામાન પરિવર્તન અંગે વર્ચુઅલ મીટીંગની અધ્યક્ષતા મંત્રી જાવડેકરે કરી
- કહ્યું – વૈશ્વિક સ્તરે પગલા લેવાની અનિવાર્યતા
- મંત્રીએ કહ્યું કોરોનાની બીજી-ત્રીજી તરંગની શક્યતાઓ નથી
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, પ્રકાશ જાવડેકર એ ‘ઈન્ડિયા સીઈઓ ફોરમ ઓન ક્લાયમેટ ચેન્જ’ની વર્ચુઅલ બેઠકની અધ્યક્ષતા કરી હતી, તેમણે કહ્યું કે, હવામાન પરિવર્તન એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને તેના માટે હવે વૈશ્વિક સ્તરે પગલાં લેવાની જરૂર છે. અમે પેરિસમાં જાહેરાત કરી હતી કે અમે ઉત્સર્જનમાં 35 ટકાનો ઘટાડો કરીશું.
આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ હવામાન પરિવર્તન અંગે ભારત વાત કરી રહ્યું છે. ભારત કાર્યવાહી અને યોગદાનમાં ભારત 2 ડિગ્રીનું પાલન કરે છે. અમે વૈશ્વિક નેતાઓ અને અનેક દેશો સાથે પેરિસ કરાર પર ચર્ચા કરવા અને તેનું પાલન કરવા માટે વાત કરી રહ્યા છીએ.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત વિશ્વને બતાશે કે કોરોના સાથે તે કેવી રીતે લડત આપી રહ્યું છે રીતે વ્યવહાર કરવો તે વિશ્વને બતાવશે. જાવડેકરે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની બીજી કે ત્રીજી તરંગ આવવાની કોઈ શક્યતાઓ નથી, તેમણે દેશની અર્થવ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે ,અર્થવ્યવસ્થાના મોરચે પણ હવં દેશમાં સારા સમાચાર આવી રહ્યા છે.
સાહીન-