- રાષ્ટ્રપતિ લેશે ગુજરાતની મુલાકાત
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિતિ રહેશે
- 25-26 નવેમ્બરના રોજ યોજાશે આ કોન્ફોરન્સ
- પીએમ મોદી પણ વર્ચ્યૂઅલ રીતે જોડાશે તેવી શક્યતાઓ
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવનારા દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે, આવનારી તારીખ 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાત લઇ શકે તેવી સંભાવનાઓ છે. તેઓ રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આ મુલાકાત કરી શકે છે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાત કરી શકે છે. આ કોન્ફરન્સમાં દેશની તમામ વિધાનસભાના સ્પિકરો પણ હાજરી આપશેઆ સાથેસ જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ સંબોધન કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે,આ મહિનાની 26 તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી રહી છે, જેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપનાર છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને તેનું અધ્યક્ષ પદ સંભાળવા માટે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકાતે આવનાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, 25 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી પહોંચશે.
સાહીન-