Site icon hindi.revoi.in

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે – કેવડિયા ખાતે ‘ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’નું આયોજન

Social Share

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુરાતની મુલાકાતે આજે આવી પહોચ્યા છે, અહી તેઓ કેવડિયા ખાતે યોજાનારી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” ની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ કોન્ફોરન્સનો આજથી આરંભ કરવામાં આવી ચૂક્યો છે.

આજે એટલે કે 25 નવેમ્બર અને 26 તારીખના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે દેશની 80 મી આ કોન્ફરન્ય યોજાઈ રહી છે. કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહીત દેશના 28 રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો તથા લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ, વીવીઆઈપીઓ હાજર રહ્યા છે.

રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, આ સાથે સાથે જ રામનાથ કોવિંદની શાક હાજરીમાં કેવડિયા ખાતે આયોજિત 80માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનો  શુભ આરંભ પણ કરવામાં આવી ચૂક્યો છે.

 વડોદરા ખાતે તેઓ એરફોર્સ વિનમાન દ્રારા આવી પહોચ્યા હતા

આજરોજ રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાનમાં યાત્રા કરીને વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિકોપ્ટર દ્વારા તેઓ  કેવડિયાની મુલાકાતે આવ્યા છે,અહીં તેમનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી દ્નારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

લોકસભાના અધ્યક્ષ અને દેશના તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ અધિકારીઓ પણ આ દિવસ યોજાનારી કોન્ફરન્સમાં હાજર રહેશે.આ સાથે જ આ કાર્યક્રમને દેશના પ્રધાનમંત્રી મોદીજી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી આવતી કાલે સમાપન સમારોહમાં પોતાની હાજરી આપશે.

સાહીન-

Exit mobile version