Site icon hindi.revoi.in

ન્યૂ ઈન્ડિયા, ખેડૂત અને જવાન મોદી સરકાર-2નું વિઝન: વાંચો રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

Social Share

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. તેમમે પોતાના સંબોધનમાં મોદી સરકાર-2ના એજન્ડાને દેશની સામે મૂક્યો અને સરકાર કેવી રીતે ન્યૂ ઈન્ડિયાનો પાયો નાખી રહી છે, તેના વિશે પણ જણાવ્યું.

રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન ગૃહમાં લોકસભા, રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં વિકાસ, નીતિ સહીતના ઘણાં મોટા મુદ્દાઓનો ઉલ્લેખ કર્ય છે. તેની સાથે તેમણે નવી સરકારને પણ અભિનંદન આપ્યા છે. પોતાના અભિભાષમમાં રાષ્ટ્રપતિએ ઉલ્લેખ કરેલા મુખ્ય મુદ્દાઓ-

61 કરોડથી વધારે મતદાતાઓએ લોકશાહીનું સમ્માન કર્યું છે, ગરમીમાં પણ વોટિંગ કર્યું અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. લોકસભાના નવા સ્પીકરને તેમની ચૂંટણી, ચૂંટણી પંચને સફળતાપૂર્વક ચૂંટણી કરાવવા બદલ શુભેચ્છા.

આ લોકસભામાં લગભગ અડધા સાંસદો પહેલીવાર ચૂંટાયા છે. લોકસભાના ઈતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં 78 મહિલા સાંસદોનું ચૂંટાવું નવા ભારતની તસવીર રજૂ કરે છે. ગૃહમાં આ વખતે દરેક પ્રોફેશનના લોકો આવ્યા છે.

મારી સરકાર કોઈપણ પ્રકારના ભેદભાવ વગર વિકાસ કાર્યોને આગળ વધારતી રહી છે. દેશના લોકોએ લાંબો સમય સુધી મૂળભૂત સુવિધાઓ માટે રાહ જોઈ. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. 2014થી પહેલા દેશમાં નિરાશાનો માહોલ હતો. પરંતુ હવે અમારી સરકારે રાષ્ટ્રનિર્માણ માટે પગલા ઉઠાવ્યા છે. મારી સરકાર સૌનો સાથ-સૌનો વિકાસ- અને સૌનો વિશ્વાસની નીતિની સાથે આગળ વધી રહી છે.

મારી સરકાર 30મી મેએ શપથ લીધાના તુરંત બાદ નવા ભારતના નિર્માણમાં લાગી ગઈ છે. તેવામાં ભારતમાં યુવાનોના સપના પુરા થશે, ઉદ્યોગોને ઊંચાઈઓ મળશે, 21મી સદી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 21 દિવસના કાર્યકાળમાં જ મારી સરકારે ખેડૂતો, જવાનો માટે મોટા નિર્ણય કર્યા છે.

ખેડૂત દેશના અન્નદાતા છે, પીએમ કિસાન યોજના હેઠળ હવે દેશના દરેક ખેડૂતને મદદ કરવામાં આવશે. તેની સાથે જ ખેડૂતો માટે પેન્શન યોજના પણ લાગુ કરાઈ રહી છે. પહેલીવાર કોઈ સરકારે નાના દુકાનદારો માટે પેન્શનની યોજના શરૂ કરી છે. તેનાથી ત્રણ કરોડ દુકાનદારોને લાભ મળશે.

દેશની સુરક્ષામાં લાગેલા જવાનો માટે પણ મારી સરકાર સતત નિર્ણયો લઈ રહી છે. મારી સરકારે જવાનોના બાળકોને મળનારી સ્કોલરશિપમાં વધારો કર્યો છે. પહેલીવાર રાજ્ય પોલીસના જવાનોના સંતાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

જળ સંકટને જોતા પહેલીવાર ભારત સરકારે જળ શક્તિ મંત્રાલયનું નિર્માણ કર્યું છે. ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગને જોતા દેશમાં સ્વચ્છ ભારતની જેમ જ જળ સંરક્ષણ માટે આંદોલન ચલાવવામાં આવશે.

મારી સરકારનું લક્ષ્ય છે કે 2022 સુધીમાં તમામ ખેડૂતોની આવક બેગણી કરવામાં આવે. તેના માટે અમે દશકાઓથી રોકાયેલી સિંચાઈ યોજનાને પૂર્ણ કરી રહ્યા છીએ. મત્સ્યપાલનને વધારી રહ્યા છીએ. ખેડૂતોને આધુનિક ખેતીને લઈને શિક્ષિત કરી રહ્યા છીએ. અમે બ્લૂ ક્રાંતિ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. 

ગ્રામીણ ભારતને મજબૂત બનાવવા માટે મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકાતને વધારવા માટે, આગામી વર્ષોમાં 25 લાખ કરોડ રૂપિયાનું વધુ રોકાણ આવશે. અત્યારે પણ ખેડૂતોની પાસે મદદ માટે 12 હજાર કરોડ રૂપિયાની રકમ પહોંચાડી દેવાઈ છે.

મારી સરકાર જન ધન યોજનાને આગળ વધારી રહી છે, હવે દરેક ગરીબના ઘર સુધી બેંકને પહોંચાડાય રહી છે. અમારું લક્ષ્ય છે કે ટપાલીઓને જ હવે હાલતી-ચાલતી બેન્ક બનાવવામાં આવે.

સારવારના ખર્ચથી ગરીબ પરિવારોને બચાવવા માટે 50 કરોડ ગરીબો માટે આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવી છે. તેના પ્રમાણે અત્યાર સુધીમાં 26 લાખ ગરીબ દર્દીઓની સારવાર કરાઈ છે. દેશમાં પાંચ હજારથી વધારે જનૌષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. અહીં ગરીબો માટે સસ્તી દવાઓ ઉપલબ્ધ છે.

સરકાર દ્વારા સામાન્ય વર્ગના ગરીબ યુવાનો માટે દશ ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન પહેલેથી ચાલુ એસસી-એસટી અનામતમાં છેડછાડ કરવામાં આવી નથી.

મહિલા સશક્તિકરણ, મારી સકરારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. નારીના સબળ થવા તથા સમાજ અને અર્થવ્યવસ્થામાં તેમની પ્રભાવી ભાગીદારી, એક વિકસિત સમાજની કસોટી હોય છે. સરકારનો આ વિચાર છે કે માત્ર મહિલાઓનો વિકાસ જ થાય નહીં, પણ મહિલાઓના નેતૃત્વનો વિકાસ થાય.

મારી સરકાર મુસ્લિમ મહિલાઓની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. તેના માટે ટ્રિપલ તલાક જેવી પ્રથાને સમાપ્ત કરાઈ રહી છે. તેના માટે કાયદો બનાવવાની તૈયારી છે. તમે બધાં આ પગલામાં સરકારનો સાથ આપો. ટ્રિપલ તલાક અને હલાલા જેવી પ્રથાઓને સમાપ્ત કરવી જરૂરી છે.

મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 કરોડ લોન આપવામાં આવી છે. નવી સરકારનું લક્ષ્ય 30 કરોડ લોકોને લોન આપવાનું છે. જેથી રોજગારને વધારી શકાય.

ભારત વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. મોંઘવારી ઓછી છે, જીડીપી વધી રહ્યો છે, વિદેશી હૂંડિયામણનો ભંડાર વધી રહ્યો છે. અમારું લક્ષ્ય 2024 સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાનું છે. ઝડપથી નવી ઔદ્યોગિક નીતિનું એલાન પણ કરવામાં આવશે.

જીએસટીના લાગુ થવાથી દેશમાં વેપાર જગતને ઘણો ફાયદો થશે. તેના પ્રમાણે નાના કારોબારીઓને ફાયદો થઈ રહ્યો છે, રાજ્ય સરકારો સાથે મળીને નિયમોને વધુ સરળ બનાવાય રહ્યા છે.

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનસના રેન્કિંગમાં 201માં ભારત 142મા સ્થાન પર હતું. ગત પાંચ વર્ષોમાં 65 રેન્ક ઉપર આવીને આપણે 77મા સ્થાન પહોંચી ગયા છીએ. હવે વિશ્વના ટોચના 50 દેશોની યાદીમાં આવવાનું આપણું લક્ષ્ય છે.

કાળા ધન વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી મુહિમને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. ગત બે વર્ષમાં, ચાર લાખ 25 હજાર રોકાણકારોને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે. તો ત્રણ લાખ 50 હજાર શંકાસ્પદ કંપનીઓના રજિસ્ટ્રેશનને રદ્દ કરવામાં આવ્યા છે.

મારી સરકારનું લક્ષ્ય ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાનું છે, તેના માટે શહેરમાં મેટ્રોને મહત્વ અપાઈ રહ્યું છે. ઈલેટ્રોનિક વાહનોને વધારવામાં આવી રહ્યા છે. તેની સાથે સીએનજી-પીએનજીના વાહનોની સંખ્યામાં પણ વધારો કરાઈ રહ્યો છે.

મારી સરકારગંગાની અવિરલતા કાયમ રાખવા માટે તૈયાર છે. ગત કેટલાક સમયમાં ગંગા સફાઈની તસવીરોની વિશ્વમાં ચર્ચા થઈ છે. એટલું જ નહીં અર્ધકુંભ દરમિયાન દરેકે સફાઈની પ્રશંસા કરી છે. ગંગાની સાથે અન્ય નદીઓને પણ પ્રદૂષણ મુક્ત કરા રહી છે.

આપણા વૈજ્ઞાનિકો મિશન ચંદ્રયાન-2 અને ગગનયાનને સફળ બનાવવામાં લાગેલા છે. લોકસભા ચૂંટણી દરમિયાન મિશન શક્તિ પણ સફળ રીતે લોન્ચ થયું હતું.

નવા ભારતની વિશ્વમાં અલગ ઓળખ બની છે. ભારત 2022માં જી-20 શિખર સંમેલનની મેજબાની કરશે. 21 જૂનને સંયુક્ત રાષ્ટ્રે યોગ દિવસ ઘોષિત કર્યો છે. તેની પહેલ ભારતે જ કરી હતી.

આતંકવાદ વિરુદ્ધ મારી સરકાર આકરા પગલા ઉઠાવી રહી છે. આતંકવાદના મુદ્દા પર દુનિયા ભારતની સાથે ઉભી છે, તેના કારણે આતંકી આકા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રે ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કર્યો છે. સીમાની પાર પહેલા સર્જિકલ સ્ટ્રાઈક, પછી એરસ્ટ્રાઈક કરીને ભારતે પોતાના ઈરાદાઓને દર્શાવી દીધા છે. ભવિષ્યમાં આવા જ પગલા ઉઠાવવામાં આવશે.

મારી સરકાર આધુનિક હથિયાર બનાવવા પર ભાર મૂકી રહી છે, તેના માટે મેક ઈન ઈન્ડિયા પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જલ્દીથી ભારત સરકારને રફાલ યુદ્ધવિમાન પણ મળવાના છે. સરકાર જવાનોના પરિવારનું ધ્યાન રાખી રહી છે, ભૂતપૂર્વ સૈનિકોના પેન્શનમાં પણ વધારો કરાઈ રહ્યો છે.

દેશની સેનાઓને આધુનિક અને મજબૂત બનાવવા માટે સરકાર કાર્યરત છે. રફાલ અને અપાચે વિમાન ટૂંક સમયમાં આપણી વાયુસેનામાં સામેલ થશે. નેશનલ વોર મેમોરિયલ શહીદોને રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ છે, પોલીસ મેમોરિયલ પણ આનું જ એક ઉદાહરણ છે. રાષ્ટ્રનિર્માતાઓની સ્મૃતિઓને સાચવીને રાખવાનું પણ આપણું કામ છે. લાલકિલ્લામાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સ્વતંત્રતાસેનાનીઓને યાદ કરવામાં આવ્યા છે.

દેશના કોઈને કોઈ ભાગમાં ચૂંટણીઓ થતી રહે છે અને તેના કારણ સમયની માગણી છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીની વ્યવસ્થા લાવવામાં આવે, જેથી દેશના વિકાસને ઝડપી બનાવી શકાય. તેના માટે રાષ્ટ્રપતિએ એકસાથે ચૂંટણીના પ્રસ્તાવ પર વિચારણાની પણ અપીલ કરી છે.

Exit mobile version