Site icon hindi.revoi.in

2021 વિધાનસભા ચૂંટણીના પડઘમ- 22 તારીખે બંગાળની દુર્ગા પૂજામાં પીએમ મોદી થશે શામેલ

Social Share

બંગાળમાં 22 ઓક્ટબરે યોજાનારી દુર્ગા પૂજામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થનારા છે,આ સાથે જ પશ્વિમબંગાળાના સેંકડો પંડાલોને વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી લોકો સાથે જોડાઈને આ ઉત્સવનો ભાગ બનશે, બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પોતે જ બંગાળમાં રહેતા હોવાથી તેઓ કોલકતામાં યોજામારી આ મહાપુજામાં પીએમ મોદી સાથે આ ભાગ લેશે,

આ દુર્ગા પૂજાના કાર્યક્રમમાં સામેલ થવાની સાથે 2021 વિધાનસભાની ચૂંટણી માટે બીજેપી ચૂંટણીનો પ્રચાર કરશે, ઉલ્લેખનીય છે કે નવેમ્બરની શરુ તથી જ બીજેપી પોતાની રમનીતિ ચાલુ કરશે, પોતાની સરકાર બનાવવા માટેના પ્રચાર પ્રસાર ટીએમસી સામે ચલાવશે.

સમગ્ર દેશમાં પશ્વિમ બંગાળ એવું રાજ્ય છે કે જ્યા જીત મેળવવા માટે બીજેપીએ અથાગ મહેનત કરવી પડતી હોય છે,જો કે બીજેપીની મહેનત રંગ લાવતી પણ જોવા ણળી રહી છે.ત્યારે હવે વર્ષ 2021ના વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી બંગાળની વિશેષ દુર્ગા પૂજામાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે બીજેપી તરફથી પશ્વિમ બંગાળને હેમંશા ઘેરવામાં આવી રહ્યું છે,મમતા બેનર્જીના રાજને ગુંડા રાજનું નામ આપીને પાર્ટી તરફથી અનેક પ્રદર્શન કરવામાં આવ્યા છએ,ભૂતકાળમાં વર્તામાન સીએમ મમતા બેનર્જી સાથે  બીજેપીના અનેક વિવાદ જોવા મળ્યા છે,ત્યારે હવે આવનારી ચૂંટણી માટે બીજેપીની જનર હવે પશ્વિમ બંગાળ પર છે.બન્ને પાર્ટીઓ વચ્ચેના રાજનીતિ ઘમાસણએ જોર પક્ડ્યું છે આ બન્ને પાર્ટીઓ સિવાય બીજી પાર્ટીઓ તો જાણે ક્યાક હરોડમાં જોવા મળતી જ નથી. બીજેપી ટીમસી પાર્ટીને કાટાની ટક્કર આપી રહેલી જોવા મળે છે.ત્યારે હવે જોવું રહ્યું કે બીજેપીની મહેનત પશ્વિમ બંગાળ માટે કેટલી સફળ નિવડે છે.

સાહીન-

Exit mobile version