નવી દિલ્હી : ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરુવારે કહ્યુ છે કે પુરોગામી સરકારોના મજબૂત પાયાને કારણે ભારત 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની જશે. મુખર્જીએ કહ્યુ છે કે આઝાદી બાદથી ભારતીયોના પ્રયાસોને કારણે આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ તથ્યને નામંજૂર કર્યું છે કે મોદી સરકારે માત્ર પંચવર્ષીય યોજનાઓને સમાપ્ત કરી દીધી નથી, પરંતુ યોજના પંચને પણ સમાપ્ત કરી દીધું છે. તેમણે કહ્યુ છે કે નાણાં પ્રધાન કહી શકે છે કે ભારત 2024માં 5 ટ્રિલિયનની ઈકોનોમી બની જશે, કારણ કે તેનો મજબૂત પાયો પહેલા નાખી દેવાયો છે. બ્રિટિશરો દ્વારા નહીં, પરંતુ સ્વતંત્રતા બાદથી ભારતીયોની કોશિશથી આમ સંભવ થયું છે.
સમૃદ્ધિ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજીત વ્યાખ્યાનમાં તેમણે કહ્યુ છે કે પંચવર્ષીય યોજનાઓએ અન્ય લોકોની વચ્ચે ઈકોનોમી, આરોગ્ય, શિક્ષણ માટે દ્રષ્ટિકોણ નિર્માણ કર્યું. આ યોજનાઓના આધાર પર રોકાણ કરવામાં આવતું હતું. મુખર્જીએ આગળ કહ્યુ છે કે તેઓ એ વાતથી સંમત છે કે બિનકોંગ્રેસી ગવર્નરોએ પણ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે ક્હ્યુ છે કે મંગળયાનને શક્ય બનાવવામાં આવ્યું છે, તેનું કારણ જાદૂ નથી. પરંતુ નિરંતર કોશિશોથી જમીની સ્તર પર કામ કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટની સંસદમાં રજૂઆત વખતે ભારતને આગામી સમયગાળામાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. પ્રણવ મુખર્જી કોંગ્રેસના ઘણાં દિગ્ગજ નેતા રહી ચુક્યા છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ તત્કાલિન યુપીએ સરકારની બંને ટર્મમાં મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે અને નાણાં મંત્રાલય તેમાય ઘણાં લાંબા સમય સુધી તેમની પાસે હતું.