Site icon hindi.revoi.in

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષે નિધન

Social Share

નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન, ફેફસામાં ઈન્ફેક્શનના કારણે આજે ફરી એડ્મિટ કરાયા હતા. સાંજે અંતિમ શ્વાસ લીધા.

પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935માં પશ્ચિમ બંગાળમાં થયો હતો અને તેમણે ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી. 26 જાન્યુઆરી 2019ના રોજ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે 25 જુલાઈ 2012ના રોજ ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

તાજેતરમાં, પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીની પુત્રીએ એક ટવીટમાં લખ્યું હતું કે, દવાઓની વિશિષ્ટ ભાષાની ઊંડાઈમાં ન જતાં છેલ્લા દિવસમાં મને જે સમજાયું તે છે કે મારા પિતાની હાલત ખૂબ જ નાજુક છે પરંતુ તેમાં સુધારો નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત લથડતી જતી હતી અને તેમાં સુધારો થતો હતો નહી.  દિલ્લીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દ્વારા શરૂઆતથી પ્રણવ મુખર્જીની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. મુખર્જી 10 ઓગસ્ટે આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજની સર્જરી કરાવી હતી.

Exit mobile version