Site icon Revoi.in

પ્રભાસે તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ ની જાહેરાત કરી

Social Share

બાહુબલીના એકટર પ્રભાસે તેની આગામી ફિલ્મ આદિપુરુષની જાહેરાત કરી દીધી છે. આ 3ડી એક્શન ડ્રામા ફિલ્મને ઓમ રાઉત ડિરેક્ટ કરશે. ઓમ રાઉતે અગાઉ અજય દેવગણની ફિલ્મ તાનાજીને ડિરેક્ટ કરી હતી. ભૂષણ કુમાર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2022માં હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

પ્રભાસે સોશિયલ મીડિયા પર આદિપુરુષનું પોસ્ટર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી છે. પ્રભાસે ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું કે, બુરાઈ પર અચ્છાઈની જીતની ઉજવણી કરતી આ ફિલ્મમાં પ્રભાસ આદિપુરુષનો રોલ કરશે. જોકે આ ફિલ્મમાં પ્રભાસના લૂક અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો પ્રભાસે થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ સાથે તેની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. આ ઉપરાંત તે પૂજા હેગડે અને ભાગ્યશ્રીની સાથે રાધે શ્યામમાં પણ જોવા મળશે.

_Devanshi