Site icon Revoi.in

દિલ્હીના માર્કેટમાથી તપાસ માટે બટાકાના સેમ્પલ લેવાયા- સિમેન્ટનું કોટીન કરીને બટાકાને વજનદાર બનાવવામાં આવે છે

Social Share

સામાન્ય રીતે આપણે દુધ,પનીર કે શાકભાજીમાં ભેળસેળ થવાના ઘણા સમાચાર વાંચ્યા કે સાંભળ્યા હશે, પરંતુ જ્યારે બટાકામાં ભેળસેળના સમાચાર જોવા મળે તો ચોક્કસ આપણાને આશ્ચર્ય થાય ને થાય જ.આ પ્રકારના બનાવટી બટાકા એવા છે કે જે શરિરમાં જવાથી નુકશાન થાય છે,જો કે આ પ્રકારની ઘટના બનતા જ એજન્સીઓ હરકતમાં આવી છે.

એશિયાનું સૌથી મોટૂ ફળ-શાકભાજી માર્કેટ દિલ્હી સ્થિત આઝાદપુરની અંદાજે 1 ડઝન જેટલી દુકાનોમાંથી બટાકાના નમુના લેવામાં આવ્યા હતા,અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી, આ બટાકામાં જો કોઈ પણ પ્રકારની ભેળસેળ જણાતા વેચાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી છે, બીજેપી નેતા રામવીર સિંહ બિધૂડી એ ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને તપાસની માંગણી કરી હતી.

આ આઝાદપુર શાકભાજી માર્કેટના ચેરમેન આદિલ એહમદ ખાનએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, કેટલાક લોકો દ્રારા માર્કેટમાં બનાવટી બટાકા વેચવાનો આરોપ લગાવ્યો છે, આ પ્રકારની વાતો મળતા જ એક ડઝન જેટલી દુકાનોમાંથી બટાકાના નમુના લઈને તપાસમાં મોકલવામાં આવ્યા છે,તેમણે જણાવ્યું હતું , કે નમુનામાં કોઈ પણ પ્રકારની મિલાવટ જોવા મળશે તો તેના સંબધિત વેપારી સામે કાર્યવાહી કરાશે, કાયદાનો ભંગ કરીને લોકો જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાથી તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે.

બટાકામાં હોઈ છે સિમેન્ટની ભેળસેળ

ઉલ્લેખનીય છે કે, બટાકામાં ખાસ પ્રકારના રંગની માટીને પાણીમાં ભેળવીને એક પાતળી સ્લરી બનાવવામાં આવે છે,આ સ્લરીમાં બટાકાના જથ્થાને થોડી વાર સુધી બોળી રાખવામાં આવે છે,ત્યાર બાદ તેને માટીના પાણીમાંથી કાઢીને સુકવવામાં આવે છે,આ પ્રક્રિયાથી બટાકા ઉપર પાતળું પળ તૈયાર થાય છે જેથી કરીને વજન પણ વધે છે.આમ કરવાથી બટાકાની ઉપરની છાલ નવા બટાકાની માફક તરત નિકળવા લાગે છે,ત્યારે આ પ્રકારની ભેળસેળ કરીને વેચાણકર્તા લોકો આ બટાકાને પહાડી જાત કહીને ઊંચા ભાવે વેચે  છે અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે.

સાહીન-