Site icon hindi.revoi.in

કોરોનાથી સાજા થનારા દર્દીઓ માટે પ્રદુષણ જોખમી –ફ્લુની વેક્સિન આપશે આ પ્રકારના દર્દીઓને રાહત

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લાખો લોકો મોતને ભેટ્યા છે.કોરોનાના કારણે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડેલી જોઈ શકાય છે. ભારતમાં દરોજ નોંધાતા કોરોનાના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો છે અને  રુકવરી રેટ પણ વધી રહ્યો છે, જો કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ મ ટે કોરોનાનું જોખમ યથાવત છે.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે પ્રદુષણ વાળું વાતાવરણ જોખમ કારક સાબિત થઈ શકે છે, વાયુ પ્રદુષણ વાળા શહેરોમાં રહેતા કોરોનાથી સાજા થયેલા લોકોએ આ મુસીબતથી બચવા માટે ફ્લુની વેક્સિન લેવી જોઈએ

ડોકટરોનું કહેવું છે કે, વાયુ પ્રદુષણથી  દર્દીઓની સંવોદનશીલતા , હોસ્પિટલમાં દાખલ થવું અને મૃત્યુનું જોખમ વધી શકે છે.ડોક્ટરોનું કહેવું છે કે, વાયુ પ્રદૂષણથી કોરોનાના લક્ષણો લાંબા સમય સુધી રહેવાના કેસોમાં વધારો થશે, શહેરોમાં વસતા  કોરોનાથી સાજા થયેલા લોકો માટે આ પ્રકારનું વાતાવરણ ખુબ જ જોખમી સાબિકત થાય છે.

એક રિપોર્ટ પ્રમાણે, રોમની એક હોસ્પિટલમાં કોરોનાથી 143 દર્દીઓ સાજા થયા છે, પરંતુ તેમાં 87 ટકામાં બે મહિના પછી જ કોરોનાના ઓછામાં ઓછા લક્ષણો જોવા મળી રહ્યા છે, આ દર્દીઓએ ખાસી, થાક આવવો, ડાયેરીયા તથા સાંઘાનો દુખાવાની ફરીયાદો રહેતી હોય છે.

એક સમાચાર રિપોર્ટ પ્રમાણે ઉમરવાળા લોકો, મહિલાઓ ,મેદસ્વી લોકો અને અસ્થમાના દર્દીઓમાં શરુઆતના 5 અઠવાડીયામાં જો કોરોનાના લક્ષણો જોવા મળે છે તો તેવા લોકોને કોરાનાનું જોખમ વધુ હોય છે.

એઇમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, તહેવારોની સિઝનની શુઆત થઈ ચૂકી છે આ સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે અને પ્રદૂષણનું પ્રમાણ વધશે. બજારોમાં લોકોની ભીડ રહેશે, જેથી લાંબા સમયથી  કોવિડના લક્ષણો ઘરાવતાવાળા લોકોએ ફલૂની રસી લેવી જોઈએ.

સાહીન-

Exit mobile version