Site icon hindi.revoi.in

ભાજપના નેતાનો દાવો, આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા પર 2024માં ભારત ઘોષિત થશે હિંદુ રાષ્ટ્ર

Social Share

બલિયા: ભાજપના ચર્ચિત નેતા અને યુપી વિધાનસભાના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર 2024માં ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થઈ જશે. વિવાદાસ્પદ નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચામાં રહેતા બલિયા જિલ્લાની બેરિયા વિધાનસભા પરથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે ગુરુવારે રાત્રે પોતાના નિવાસસ્થાન પર પત્રકારોને જણાવ્યુ હતુ કે 2024માં આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના છે. પુરી સંભાવના છે કે 2024માં ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થઈ જશે.

ભાજપના નેતાએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સરખામણી લંકિની સાથે કરતા કહ્યુ છે કે હનુમાનરૂપી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં અડધું લંકા દહન કર્યું છે અને વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ દહન થઈ જશે.

સુરેન્દ્રસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ભગવાન રામ સાથે કરતા કહ્યુ હતુ કે મોદીરૂપી રામ ટીએમસીમાંથી જ કોઈ વિભિષણને પસંદ કરીને તેને પશ્ચિમ બંગાળની સત્તા સોંપી દેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધીના ભાગ્યમાં વડાપ્રધાન બનવાનું લખ્યું નથી.

Exit mobile version