1. Home
  2. revoinews
  3. અમદાવાદમાં અનલોકમાં રાત્રિના સમયે કર્ફ્યુના અમલ માટે પોલીસ બની વધુ સક્રીય
અમદાવાદમાં અનલોકમાં રાત્રિના સમયે કર્ફ્યુના અમલ માટે પોલીસ બની વધુ સક્રીય

અમદાવાદમાં અનલોકમાં રાત્રિના સમયે કર્ફ્યુના અમલ માટે પોલીસ બની વધુ સક્રીય

0
  • વિવિધ વિસ્તારમાં બેરીકેટ મુકી તપાસ શરૂ કરી
  • કોરોનાના કેસ વધતા પોલીસ તંત્ર પણ ચિંતિત

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાના પોઝિટિવ કેસ ઉપર નિયત્રણ માટે મનપા તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ એનલોક થતા ધંધા-રોજગાર શરૂ કરવામાં આવ્યાં છે. જો કે, રાતના નવથી સવારે પાંચ વાગ્યાં સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમ છતા લોકો કર્ફ્યુમાં રાત્રિના સમયે બહાર નીકળે છે. ત્યારે હવે પોલીસ તંત્ર વધારે એક્ટિવ થયું છે. તેમજ રાત્રિના સમયે ઠેર-ઠેર ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.  

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 300થી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધારે કેસ નોંધાયાં છે. જેમાં સૌથી વધારે કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયાં છે. તા. 1લી જૂનથી અનલોકના અમલની સાથે જ વેપાર-ધંધા શરૂ થયાં છે. જેથી સંક્રમણ વધારે ફેલાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. લોકો રાત્રિના સમયે કર્ફ્યુમાં બહાર નીકળે છે. તેમજ વિવિધ વિસ્તારોમાં ફરજ પર તૈનાત પોલીસ અટકાવે ત્યારે આવા લોકો વિવિધ બહાના બતાવીને પોલીસથી બચવાનો પ્રયાસ કરે છે. ત્યારે હવે પોલીસ તંત્ર વધારે અક્ટિવ બન્યું છે. તેમજ રાત્રિના સમયે કર્ફ્યુના ચુસ્ત અમલ માટે વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે. તેમજ બેરીકેટ નાખીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકોને પકડવાનું શરૂ કર્યું છે. તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી વધુ તેજ બનાવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.