Site icon hindi.revoi.in

ઉત્તરપ્રદેશમાં ‘રક્ષક બન્યો ભક્ષક’, પોલીસે વાહન ચાલકને એવો માર માર્યો કે,તેનો 4 વર્ષનો પુત્ર પણ ડરી ગયો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જેમાં પાલીસનો એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે,આ વીડિયોમાં પોલીસની હેવાનિયત જોઈ શકાય છે,આ વીડિયોમાં પાલીસવાળા એક વ્યક્તિ સાથે આતંકી જેવું વર્ન કરી રહ્યા છે,જે જોતા ત્યા હાજર આ યૂવકનો 4 વર્ષનો માસુમ પુત્ર પણ ડરી જાય છે, અને પોલીસ વાળાને પોતાના માસુમ ભાવથી વિનંતી કરે છે કે “,મારા પપ્પાને છોડી દો”,પોતાના પિતાનો બચાવ કરવાની પુકાર લગાવતા પુત્રને નજર અંદાજ કરીને પોલીસ કર્મીઓ તે યૂવકને લાતો વડે આડેધડ મારી રહ્યા છે.અને યૂવકનો પગ તોડવાનો પ્રયત્નો પણ કર્યા હતા.

રક્ષક બન્યા ભક્ષકપોલીસની દાદાગીરી

એક પોલીસ કર્મીએ તો હેવાનિયતની હદ વટાવી હતી,તેણે આ યુવકને નીચે બેસાડ્યો અને તેની જાંઘો પર બેરેહમીથી કોઈ પણ દયાભાવ વગર ઊભો રહી જાય છે, તો બીજો પોલીસવાળો તે યૂવકને પાછળથી લાતો અને લાતો વડે માર મારી રહ્યો છે,આ વીડિયો જોતા લોકોને કંપારી છૂટી જાય છે, છતા પણ  પોલીસ વાળાઓને તેમની કરની પર પસ્તાવો નથી,વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે.

આ યૂવકની ભૂલ માત્ર એજ હતી કે તે,સિદ્ધાર્થ નગર,ખેસરહા સકારપારમાં ચેકિંગ દરમિયાન પોતાની ગાડીના પેપર નહોતો બતાવી શક્યો,વીડિયોમાં યૂવક પોલીસને કહી રહ્યો છે કે ,”હું લોકલ રહેવાસી છું ,પેપર હમણા મારા પાસે નથી”, આ વાતનો ફાયદો પલીસે ઉઠાવ્યો અને પાતાનો રુઆબ જમાવીને યૂવકને ઢોરમાર મારવા લાગ્યો, વીડિયો જોતા જાણે એમ લાગી રહ્યું છે કે પાલીસ વાળા કોઈ આતંકવાદીને મારી રહ્યા હોય,જાણે આ યૂવક દેશદ્રોહી છે, અને તેણે ગંભીર આરોપ કર્યો છે,આ પાલીસવાળાઓ એ પોતાની હેવાનિયત બતાવી હતી,આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશની છે, ઘટનાનો વીડિયો વાયરલ થતા બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ઘટના અંગેની આગળની તપાસ હાથ ઘરવામાં આવી છે.

Exit mobile version