Site icon hindi.revoi.in

મશહૂર શાયર રાહત ઇન્દોરીનું 70 વર્ષની વયે નિધન 

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

કોરોનાથી સંક્રમિત મશહુર શાયર રાહત ઇન્દોરીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે તેમણે ઇન્દોરની ઓરબિન્દો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

ઓરબિન્દો હોસ્પિટલના ડિરેક્ટર વિનોદ ભંડેરીએ જણાવ્યું હતું કે તેઓને અનેક પ્રકારની સમસ્યાઓ સારવાર દરમિયાન સામે આવી હતી..જેમાં ન્યુમોનિયા, 70 ટકા ફેફસા ખરાબ, કોવિડ પોઝિટિવ, હાયપર ટેન્શન, ડાયાબિટીઝનો સમાવેશ થાય  છે.

મશહુર શાયર રાહત ઇન્દોરીનું કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોડી રાત્રે ઈન્દોરની ઓરબિન્દો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો..જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઓરબિન્દો હોસ્પિટલમાં દાખલ છું, કૃપા કરીને પ્રાર્થના કરો કે જલ્દીથી આ બીમારીને હરાવી શકું..એક વધુ અરજ છે, મને કે ઘરના લોકોને ફોન ન કરો. મારી તબિયતના સમાચાર ટ્વિટર અને ફેસબુક પર આપને મળતા રહેશે.

_Devanshi

Exit mobile version