લગભગ સાડા 13 હજાર કોરડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી અને ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીને મોટો આંચકો લાગ્યો છે. મંગળવારે સિંગાપુર હાઈકોર્ટે નીરવ મોદીની 44.41 કરોડ રૂપિયાની મિલ્કતોને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ભાગેડું નીરવ મોદી વિરુદ્ધ આ કાર્યવાહી ઈડીની વિનંતી બાદ કરવામાં આવી છે.
પીટીઆઈ-ભાષાના એક અહેવાલમાં ઈડીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીની બહેન અને બનેવીના સિંગાપુરમાં જમા 44 કરોડ રૂપિયાને ત્યાંની હાઈકોર્ટે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
એએનઆઈ પ્રમાણે, સિંગાપુર હાઈકોર્ટે 44.41 કરોડ રૂપિયાની રકમને ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. તે બ્રિટિશ વર્જિન આઈલેન્ડના પેવેલિયન પોઈન્ટ કોર્પ કંપનીના ખાતામાં મૂકવામાં આવી હતી અને આ કંપનીના માલિક ભાગેડું હીરા કારોબારીના બનેવી મયંક મહેતા અને બહેન પૂર્વી મોદી છે.
આ પહેલા ઈડીએ જ્યુરિકમાં નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદીના છ બેંક ખાતાને એટેચ કર્યા હતા. તેના પછીથી અત્યાર સુધી જ્યુરિક તથા સિંગાપુરમાં ભાગેડું હીરા કારોબારીના લગભગ 10 ખાતા એટેચ કરવામાં આવ્યા છે.
દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈએ મંગળવારે બેંક ફ્રોડ મામલામાં દેશના 12 રાજ્યોના લગભગ 18 શહેરોમાં 50 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈએ તે વખતે આરોપીઓ વિરુદ્ધ 14 મામલા પણ નોંદ્યા છે. જેમાં કંપનીઓ, ફર્મ, તેમના પ્રમોટર્સ અને રોકાણકારો સાથે બેંક અધિકારી પણ સામેલ રહ્યા છે.
એએનઆઈ પ્રમાણે, સીબીઆઈની ટુકડીએ દિલ્હી, મુંબઈ, લુધિયાણા, થાણે, વલસાડ, પુણે, પલાની, ગયા,ગુરુગ્રામ, ચંદીગઢ,ભોપાલ, સૂરત અને કોલર સહીત અન્ય સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે.