Site icon hindi.revoi.in

પીએમ મોદીના વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કરશે વિપક્ષ, રણનીતિ પર આખરી નિર્ણય બુધવારે

Social Share

સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવવાની શરૂઆત થઈ ચુકી છે. આના માટે મંગળવારે સંસદમાં વિપક્ષની એક મોટી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત અન્ય પાર્ટીના ઘણાં તાઓ સામેલ થયા છે. આ નેતાઓમાં સીપીઆઈના ડી. રાજા, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ડીએમકેના કનિમોઝી, ટીઆર બાલુ, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે પણ સામેલ છે.

વિપક્ષની બેઠકમાંથી સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલ મુજબ, વિપક્ષી દળ પીએમ મોદીના વન નેશન વન ઈલેક્શનના એજન્ડાનો વિરોધ કરે તેવી શક્યતા છે. તેના સિવાય વિપક્ષ બુધવારે પીએમ મોદી દ્વારા આ મુદ્દા પર બોલાવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થવું કે નહીં તેના મુદ્દા પર પણ બેઠકમાં મંથન કરી રહ્યું છે.

17મી લોકસભાની રચના બાદ ગૃહની કાર્યવાહી શરૂ થઈ ચુકી છે. લોકસભામાં પહેલા બે દિવસ નવનિર્વાચિત સાંસદોના શપથની કામગીરી ચાલી હતી. 19 જૂને લોકસભા સ્પીકરની ઔપચારીક પસંદગી થશે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર ઓમ બિરલાને સમર્થન આપવાની ઘોષણા કરી છે.

લોકસભામાં વિપક્ષ સંખ્યાબળના મામલે પહેલાથી વધારે નબલું છે. હવે તેમની સસામે પરસ્પર સામંજસ્યતા બનાવવી અને સરકારના મુદ્દાને આધારે ઘેરવાનો પડકાર છે. વિપક્ષ રોજગારના આંકડા, જીડીપી, ચમકી તાવ જેવા મુદ્દા પર મોદી સરકારને ઘેરી શકે તેમ છે. તેના સિવાય મોદી સરકારને લોકસભામા ટ્રિપલ તલાકના બિલને પારીત કરાવવા માટે પણ વિપક્ષના સહયોગની જરૂરત હશે. વિપક્ષ આના પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું છે.

Exit mobile version