Site icon hindi.revoi.in

પીએમ સ્વનિધિ યોજના- નાના વેપાર માટે સરકાર આપી રહી છે રુપિયા 10 હજારની લોન

Social Share

કેન્દ્ર સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક ખાસ પ્રકારની માઈક્રો ક્રેડિટ સુવિધા વિકસાવામાં આવી છે, જેને પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્નનિર્ભર નિધિ નામ આપવામાં આવ્યું છે, આ યોજનાનો લાભ ફેરીયાઓથી લઈને નાની નાની લારી -પાનના ગલ્લા ચલાવનારા ,મજુરી કરનારા સામાન્યથી સામાન્ય લોકો લઈ શકે છે,આ સાથે જ સરકારે તેને પથ વિક્રેતાનું પણ નામ આપ્યું છે, આ યોજના હેઠળ માત્રને માત્ર એ લોકોને જ આ સુવિધા મળવા પાત્ર છે કે જે લોકો 24 માર્ચ 2020 અથવા તે પહેલાથી વેપાર ઘંઘામાં જોડાયેલા હશે,પીએમ સ્વનિધિ યોજનામાં અત્યાર સુધી 5.6 લાખ લોકોએ અરજી કરી છે,જેમાં 1.2 લાખથી પણ વધુ લોકોને આ લોન મળી ચૂકી છે તે સિવાયના લોકો માટે લોનની પ્રક્રિયા શરુ જ છે

પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનાની શરુઆત

કોરોના મહામારીની અસર સામાન્ય લોકો કે જેઓ લારી કે નાની નાની દુકાનો ચલાવે છે તેઓની આર્થિક સ્થિતિ પર પડેલી જોઈ શકાય છે તેને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીએ આ યોજનાની શરુઆત કરી હતી, આ સ્વનિધિ યોજનાનો મુખ્ય હેતુ લોકડાઉન દરમિયાન અસર થયેલ ઘંઘાને ફરીથી શરુ કરીને તેમાં વેગ મળેવવાનો છે, જેના કારણે સરકાર આ તમામ લોકોને તદ્દન ઓછા વ્યાજ સાથે લોન આપી રહી છે, આ યોજના હેઠળ અનેક શેરીઓમાં ફેરી મારતા ફએરીયાઓ, રસ્તાઓ પર શાકભાજી,ફળ,ખાદ્ય ચીજવસ્તુઓ વેચીને ગુજારન ચલાવતા લોકોને લોન આપવામાં આવે છે,આ સાથે જ આ લોન મેળવવા માટે મોચી, પાનની દુકાન ધરાવનાર ,લોન્ડ્રી,નાના સલુન વગેરે તમામ લોકો સ્વનિધિ યોજના હેઠળશ લોન મેળવવા પાત્ર છે.

10 હજાર સુધી મળશે લોન

આ પીએમ સ્વનિધિ યોજના હેઠળ 10 હજાર રુપિયાની લોન મળી શકે છે,તે સાથે જ જો તમે આ લોનને સમય મર્યાદા પહેલા ચૂકવશો તો સરકાર તરફથી આવા લોકોને 7 ટકાના દરથી વ્યાજમાંમ સબસિડિ આપવામાં આવશે, આ સબસિટિની રકમ ત્રણ મહિનામાં એક વાર તમારા ખાતામાં જમા કરાવવામાં આવશે આ ઉપરાંત ડિજિટલ લેવડ-દેવડ કરવા પર એક મહિનામાં કેશ બેક જેવા લાભ પણ મળવા પાત્ર છે.

આ લોનની રકમ તમારા ખાતામાં સીધેસીધી જમા કરાવામાં આવશે, ડિજિટલ લેવડ-દેવડ માટે તમારે ડેબિટ કાર્ડ અને તમાપા સ્ટોલ માટે એક ક્યૂઆર કોડ પણ આપવામાં આવશે જેના માધ્યમથી તમે ગ્રાહકો પાસે પૈસાની આપલે કરી શકશો અને જો તમે લોનના પૈસા સમયસર ચુકવશો તો ત્યાર બાદ તમને વધુ રકમની લોન પણ મળી શકે છે.

આ લોન તમને અનસુચિત વાણિજ્ય બેંક ,ક્ષેત્રીય ગ્રામીણ બેંક,લઘુ વિત્ત બેંક,સહકારી બેંક, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને એસએચજી બેંકો પાસેથી મળી શકે છે

આ પ્રક્રિયા માટે તમે તમારા વિસ્તારના કોઈપણ બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ અથવા તો માઇક્રો ફાઇનાન્સ સંસ્થાના એજન્ટનો સંપર્ક કરી શકો છો. આ લોકો તમને મોબાઇલ એપ્લિકેશન અથવા વેબ પોર્ટલમાં દસ્તાવેજો લાગુ કરવા અને અપલોડ કરવામાં સહાય કરશે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરવાની રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટે અનેક લોકો મોબાઈલ એપ અથવા વેબ પોર્ટલ પર અરજી કરી શકે . જો વેબપોર્ટલ મારફતે અરજી કરવી હોય તો આ યોજનામાં સત્તાવાર વેબસાઈટ http:/pmsvanidhi.gov.in/ પર સંપૂર્ણ માહિતી મળી રહેશે.

દેશના વડાપ્રધાન નરકેન્દ્ર મોદીએ આ યોજના હેઠળ નાનામાં નાના લોકોનું ધ્યાન રાખ્યું છે,લારી ચલાવતા લોકો અને નાની નાની દુકાનો કે ગલ્લાઓ ચલાવતા લોકો સરળતાથઈ આ લોન પ્રાપ્ત કરી શકે છે.

સાહીન-

 

Exit mobile version