Site icon hindi.revoi.in

પીએમ મોદીના 70માં જન્મદિવસ પર આજથી એક અઠવાડિયા માટે સેવા કાર્યોનું સંચાલન કરશે બીજેપી

Social Share

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ એક અઠવાડિયા સુધી સેવા કાર્યોનું સંચાલન કરશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના છપરોલી ગામથી શુભારંભ કર્યો છે. તેની સાથે ઉત્તરપ્રદેશ બીજેપીના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પણ હતા. આ દરમિયાન નડ્ડાએ જણાવ્યું હતું કે 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ભાજપના કરોડો કાર્યકર્તાઓ ‘સેવા સપ્તાહ’ દ્વારા સેવાનું કાર્ય કરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર છે, તેથી ભાજપે 14 થી 20 સપ્ટેમ્બર સુધી ‘સેવા સપ્તાહ’ ઉજવવાનું નક્કી કર્યું છે.

તેમણે કહ્યું કે, જો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર નજર કરીએ તો સેવા મુખ્ય લક્ષ્ય રહ્યું છે. દેશની સેવા, જનતાની સેવા, દલિતો, શોષિત અને પછાત વર્ગની સેવા, સમાજના છેલ્લા દોર ઉપર ઉભેલી વ્યક્તિની સેવા, આ તેમના જીવનનું લક્ષ્ય હતું. આ લક્ષ્ય મોદીના બાળપણથી હતા.

કાર્યક્રમો વર્ણવતા નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપે નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં 70 સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમો, ફળોનું વિતરણ, હોસ્પિટલોમાં દર્દીઓની સાર-સંભાળ, રક્તદાનના કાર્યક્રમો યોજાશે. જિલ્લામાં ઓછામાં ઓછા 70 દિવ્યાંગ ભાઈઓને ઉપકરણ પુરા પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

_Devanshi

Exit mobile version