Site icon hindi.revoi.in

PM મોદી પહેલા ટ્રમ્પે ઉઠાવ્યો ટેરિફનો મુદ્દો, બોલ્યા-આ મંજૂર નથી

Social Share

જાપાનમાં આયોજીત જી-20 સમિટમાં થનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફિનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુરુવારે સવારે ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ છે કે તેઓ પીએમ મોદી સાથેની પોતાની મુલાકાતમાં ટેરિફ વધારવાના મુદ્દાને ઉઠાવશે. ભારત ટેરિફમાં જે વધારો કરી રહ્યું છે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે પીએમ મોદીની સાથે વાત કરવા માટે ઉત્સુક છું. ભારત, અમેરિકા પર ઘણો વધારે ટેરિફ લગાવી રહ્યું છે. અત્યારે તાજેતરમાં ટેરિફમાં હજુપણ વૃદ્ધિ થઈ છે. આ અસ્વીકાર્ય છે અને ટેરિફને પાછો લેવો જોઈએ.

મહત્વપૂર્ણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે ગત એકાદ વર્ષથી ટેરિફને લઈને આવા પ્રકારનો જુબાની જંગ ચાલી રહ્યો છે. પહેલા અમેરિકાએ કેટલીક ભારતીય પ્રોડક્ટ્સ પર ટેરિફ વધાર્યો હતો, તો તેના પછી ભારત તરફથી પણ ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમાં મશહૂર હાર્લે ડેવિડસન બાઈક કંપની પરનો ટેરિફ પણ સામેલ હતો.

ટ્રમ્પ પહેલા પણ ઘણાં પ્રસંગે ભારત તરફથી ટેરિફના મુદ્દા પર ટીકા કરી ચુક્યા છે. હવે એક તરફ ફરીથી જ્યારે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની છે, તો તેમણે આ મુદ્દાને ગરમ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે બેઠક થવાની છે. આ બેઠકમાં ઘણાં મુદ્દાઓ પર વાતચીતની શક્યતા છે.

https://twitter.com/realDonaldTrump/status/1144089743795216384

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે અમેરાકના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો પણ ભારતની મુલાકાતે હતા. માઈક પોમ્પિયોએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે વાતચીત કરી હતી.

માત્ર ટેરિફ જ નહીં, પણ હાલ ઈરાન સાથે અમેરિકાની લડાઈ પણ એક મોટો વિષય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે લડાઈ જેવો માહોલ છે. તેને કારણે તેઓ ભારત પર દબાણ બનાવી રહ્યા છે કે ઈરાન પાસેથી નવી દિલ્હી ખનીજતેલની ખરીદી કરે નહીં. અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યુ હતુ કે ઈરાન આતંક ફેલાવનારો દેશ છે, તો ભારત આતંકથી પીડિત દેશ છે.

Exit mobile version