Site icon hindi.revoi.in

રાષ્ટ્રીય ખેલ દિવસ : પીએમ મોદીએ સ્પોર્ટ્સ ડે પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્લી: આખો દેશ 29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવે છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટસ ડે પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે સાથે જ ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા પણ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ ટ્વિટર પર હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, રાષ્ટ્રીય ખેલ દિવસ પર આજે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેની હોકી સ્ટિકના જાદુને ક્યારેય પણ ભૂલી શકતા નથી. આપણા પ્રતિભાશાળી રમતવીરોની સફળતા માટે પરિવારો, કોચ અને સપોર્ટ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ ઉત્કૃષ્ટ સમર્થનની પ્રશંસા કરવાનો પણ દિવસ છે.

પીએમએ આગળ લખ્યું કે, રાષ્ટ્રીય ખેલ દિવસએ બધાં અનુકરણીય ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે કે જેમણે વિવિધ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. તેમનું તપ અને નિશ્ચય શાનદાર છે.

પીએમએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે, ભારત સરકાર ખેલને લોકપ્રિય બનાવવા અને ભારતમાં ખેલની પ્રતિભાને સમર્થન આપવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. સાથે જ હું દરેકને ખેલ અને ફીટનેસ વ્યાયામને પોતાની દિનચર્યાનો એક ભાગ બનાવવા માટે વિનંતી કરું છું. આ કરવાના ઘણા ફાયદા છે. દરેક વ્યક્તિ ખેલથી ખુશ અને સ્વસ્થ રહી શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ શહેરમાં 29 ઓગસ્ટ 1905 માં થયો હતો. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકીમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે માનવામાં આવે છે. આ દિવસે દેશના રાષ્ટ્રપતિએ નામાંકિત ખેલાડીઓ અને તેમના કોચને રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કાર જેવા એવોર્ડ પ્રદાન કરે છે.

_Devanshi

Exit mobile version