Site icon hindi.revoi.in

સંજીવ કે. સિંગલા અને રાજીવ તોપનો પીએમ મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા

Social Share

વડાપ્રધાન કાર્યાલયમાં સ્ટાફની સંખ્યા વધારવામાં આવી છે. સંજીવ કે. સિંગલાને વડાપ્રધાન મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો રાજીવ તોપનોને પણ અંગત સચિવ તરીકેની નિમણૂક આપવામાં આવી છે. પ્રતીક દોષી અને હિરેન દોશીને વડાપ્રધાન મોદીના ઓએસડી નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજીવ કે. સિંગલા 1997ની બેચના આઈએફએસ છે. રાજીવ તોપનો 1996ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે.

આ પહેલા આઈએફએસની 2004ની બેચના અધિકારી વિવેક કુમારને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ તરફથી આના સંદર્ભે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

આદેશ પ્રમાણે, નિયુક્તિનો પદભાર ગ્રહણ કરવાની તારીખથી કો-ટર્મિનસ આધાર પર અથવા આગામી આદેશ સુધી, જે પહેલા હોય, ત્યાં સુધી પ્રભાવી હશે. વિવેકકુમાર આના પહેલા પીએમઓમાં નિદેશક હતા. ઉપસચિવ તરીકે 2014માં તેમની નિયુક્તિ પીએમઓમાં થઈ હતી. વિવેક કુમારના લિંકેડઈન એકાઉન્ટ પ્રમાણે, તે આઈઆઈટી-બોમ્બેથી કેમિકલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી પ્રાપ્ત કરી ચુક્યા છે. તેઓ રશિયા અને ઓસ્ટ્રેલિયામાં રાજદ્વારી પદ પર પોતાની સેવા આપી ચુક્યા છે.

તો ગુજરાત કેડરની 1988ની બેચના આઈએએસ અધિકારી ભરત લાલની રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી બદલી કરીને તેમને જળશક્તિ મંત્રાલયમાં અપર સચિવ તરીકેની નિમણૂક આપવામાં આવી છે. ભરત લાલ રાષ્ટ્રપતિ સચિવાલયમાં અધિક સચિવ હતા.

Exit mobile version